કોરોના મુકત થયા બાદ શારિરીક નબળાઈ અને થાક અનુભવતા લોકો માટે અનિવાર્ય ટીપ્સ

સમગ્ર વિશ્ર્વ સહિત ભારાતમાં વર્તમાન સમયમાં કોરોના સંક્રમણે લોકોની જીંદગી તહેસ-નહેસ કરી નાખી છે. કોરોના કાળમાં સ્વયંને સલામત રાખવું સૌથી જરૂરી છે.આમ તો કોરોનાના લક્ષણો ધરાવતા લોકો 14 દિવસમાં કોરોના મૂકત બની જાય છે.પરંતુ નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ લોકોની ઘણા સમય સુધી થાક અને નબળાઈની સમસ્યા રહે છે.

કેટલાક લોકોને આ સમસ્યા મહિનાઓ સુધી રહેતી હોય છે.પોતાના અગાઉની દિનચર્યા અને જલ્દી રીકવરી માટે આ સ્વાસ્થ્ય ટીપ્સ દ્વારા થાક અને નબળાઈ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

1) ખાન-પાન પર ધ્યાન આપવું.

કોરોનામાંથી રીકવર થયેલા લોકોએ શરૂઆતના દિવસોમાં હલકુ ભોજન લેવું એવું ભોજન કે જે પચવામાં સરળ હોય તથા દર બીજા દિવસે દાળનું પાણી અને ખીચડી ભોજનમાં સામેલ કરવા જેનાથી નબળાઈ દૂર થાય છે. અને શકિતમાં વધારો થાય છે.

2) સવારે જલ્દી ઉઠવું અને રાત્રી વહેલા ઉંધી જવું

સવારે વહેલા ઉઠવાની આદત સામાન્ય લોકો માટે પણ સ્વાસ્થ્યવર્ધક છે.

સવારે વહેલા ઉઠવાથી પોઝીટીવીટી અને એનજેટીક અનુભવાય છે. કારણ કે સવારની શુધ્ધ હવા અને કુમળો તડકો શરીરને એકિટવ બનાવે છે.

જેનાથી શારીરીક અને માનસિક બંને રીતે મજબુતી પ્રાપ્ત થાય છે. ત્યારે કોરોના મૂકત થયા બાદ આ આદત જાળવી રાખવી સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે.તેનીસાથે હળવી કસરત કરવાથી પણ ફાયદો મળે છે. જેમાં સામાન્ય વોકિંગ, અને રાત્રીનાં વહેલા સુઈ જવાની આદત ફાયદારૂપ નીવડે છે.

3) સવારનો કુણો તડકો જરૂરી

કોરોનામાંથી મૂકત થયા બાદ પ્રતિદિન સવારે ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ કુણા તડકામાં બેસવું ફાયદેમંદ છે. આમ કરવાથી વીટામીન ડી મળે છે.

4) કોથમીર, જીરૂ અને સુવાદાણાની ચા દિવસમાં બે થી ત્રણ વાર પીવી

કોથમીર, જીરૂ અને સુવાદાણાની ચા દિવસમાં બે થી ત્રણ વાર લઈ શકાય છે. જે શરીરને સ્વસ્થ બનાવે છે. અને વજન પણ જાળવી રાખે છે. આ ઉપરાંત પાચનક્રિયા બાદ પણ સુદ્દઢ બને છે. આ ચાનું સેવન ભોજનના એક કલાક બાદ કરવું તથા એક કલાક બાદ પાણી પીવું

5) ડ્રાયફૂટનું સેવન કરવું

કોરોના મૂકત થયા બાદ દરરોજ સવારે એક ખજૂર બે બદામ, એક મુઠી કીસમીસ અને બે અખરોટનું સેવન કરવું રાત્રે પાણીમાં આ ડ્રાયફ્રૂટસ પલાળીને મૂકી દેવા અને સવારે નરણા કોઠે સેવન કરવાથી શરીર અંદરથી મજબૂત બને છે.

6) માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરવું.

કોરોના મૂકત થયા બાદ અમૂક સાવધાની જેમકે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું અનિવાર્ય છે આ અંગે જરા અમથી લાપરવાહી શરીરની ઈમ્યુનીટી સીસ્ટમને કમજોર બનાવે છે. અને ઘરેથી બહાર નીકળવું જરૂરી ન હોય તો ટાળવું અને અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતી વખતે બે માસ્ક લગાવવા અને સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું સાવચેતીનાં આ પગલા અતિ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.