- સવારે અને રાતે ઠંડા પવનો સાથે ઠંડી લાગે છે ત્યારે બપોરે ગરમીનો અહેસાસ
- એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે
ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી ઘટવા લાગી છે. ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 20.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી. જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. કડકડતી ઠંડી બાદ હવે આછો તડકો દેખાવા લાગ્યો છે.રાજ્યનું હવામાન હાલ બે ઋતુનો અનુભવ કરાવી રહ્યુ છે. સવારે અને રાતે ઠંડા પવનો સાથે ઠંડી લાગે છે ત્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે ખેડૂતના બુલેટિનમાં વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આગામી પાંચ દિવસમાં વરસાદનું કોઇ અનુમાન નથી. 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે.
બીજા દિવસથી આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ રહેવાની શક્યતા છે.ઠંડીનો છેલ્લો રાઉન્ડ છે તેમ પણ કહી શકાય. આ દિવસો પછી તાપમાન આનાથી વધારે ઓછું નહીં થાય. ઓછું તાપમાન નોંધાશે નહીં. આવનારા દિવસોમાં આનાથી વધારે કે આવું જ તાપમાન જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બુધવારે અમદાવાદમાં 16.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તેમણે પવન અંગે પણ જણાવ્યુ છે કે, દરિયાકાંઠે પનની વાત કરીએ તો 15થી 20 પ્રતિકલાક ફૂંકાવવાનું અનુમાન છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, એકમજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના રોજ આવશે. જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. 15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે. 18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે.હવામાન વિભાગે 21 ફેબ્રુઆરી સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર વાતાવરણ ઠંડું થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.