કેટલાક લોકો આરામી વહેલી સવારે ઊઠી જાય છે તો કેટલાક લોકો લાખ વાનાં કર્યા પછીયે સવારે વહેલા ઊઠવામાં સફળતા ની મેળવી શકતા. જો તમે પણ એવી સ્ટ્રગલ કરીને થાક્યા હો તો બની શકે કે એમાં તમારો વાંક ન હોય.
અમેરિકાની ર્નો-વેસ્ટર્ન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોની વાત માનીએ તો એ માટે તમારા મૂળભૂત કોષોમાં આવેલું ૨૪ નંબરનું જનીન જવાબદાર છે. રિસર્ચરોનું કહેવું છે કે આ જનીનમાં જ્યારે ગરબડ ઈ હોય ત્યારે ઊંઘ ઊડવામાં તકલીફ પડે છે. આ જનીન સુવા અને ઊઠવાની શરીરની ક્રિયાનું નિયમન કરે છે.