સહેજ મલકી, તે મને યાદ કરી
કે મને કોઈ ભાસ થયો?
અમથી આવી હેડકી કે પછી પ્રેમનો કોઈ પ્રાસ થયો?
વહાલના વૃન્દાવનમાં આજ ફરી એક રાસ થયો
એકલતાના ગરજતાં વાદળમાં ઊંડો એક ચાસ થયો
અંધારા ઓરડામાં ચોતરફ કેવો ઊજાસ થયો
આશાઓના પ્રદેશમાં જાણે ઓરતાનો પ્રવાસ થયો
શું થયું ના સમજાયું કશું પણ,
આનું નામ જ લાગણી હશે કેવળ હવે અહેસાસ થયો