લિવ ઇનમાં રહેવાનુ વિચારો છો…?? તો આ વિષે વાત કરવાનું ભૂલશો નહિ…!!!
બદલતા સમયની સાથે પરિભાષા અને સંબંધનું મૂલ્ય બદલાયું છે ત્યારે પહેલાના સમયમાં સંબંધ એટલે જીવનભરનો સાથ હતો પરંતુ હવેના યુગમાં એવું નથી રહ્યું અને સંબંધો પળવારના બની ગયા છે અને એ સંજોગોને અનુરૂપ એક જીવન પ્રણાલી પણ અસ્તિત્વમાં આવી છે જેને લિવ ઈન રિલેશનશિપ કહેવાય છે, જેમાં લગ્ન કાર્ય વગર જ યુગલ પતિ-પત્નીની જેમ સાથે રહી શકે છે.યુગલોએ પણ પ્રેમની આ રીત ખુલા દિલથી સ્વીકારી છે તેવા સમયે જયારે પણ કોઈ વ્યક્તિ લિવ ઈનમાં રહેવાનું પસંદ કરે છે ત્યારે સેક્સ લાઈફ વિષે વાત કરવાનું ટાળતા હોય છે જેના કારણે લાંબા ગાળે એ બાબતે પ્રશ્નો ઉભા થાય છે, તો તેવી પરીસ્થીથી બચવા સંબંધની શરૂઆતમાં જ આ વિષે કેટલીક અગત્યની ચર્ચા વિચારણા કરવી એ યોગ્ય બાબત છે.
કેવી લાગણીઓ સેક્સ માટે પ્રેરિત કરે છે?
જે વ્યક્તિ લિવ ઈન માટે સહમત થાય છે તને એ જાણવું જરૂરી બને છે કે તેનો સાથી કેવા પ્રકારની લાગણી અનુભવ્યા બાદ સેક્સ કરવાનું પસંદ કરે છે.? શું તેને સારસાંભાળ વાળો વહેવાર સારો લાગે છે, કે પછી તે ખુશ હોય છે ત્યારે શારીરિક સંબંધ બાંધવાનું પસંદ કરે છે? જો આ બાબતે પહેલાથી જ વાત થયી હોય તો બંને સાથીને એ પ્રકારનું વાતાવરણ બનાવવામાં સરળતા રહે છે અને સેક્સનો આનંદ લઇ શકે છે.
ઇન્ટર કોર્ષ કેટલીવાર કરવો જોઈએ?
જયારે કોઈ બે વ્યક્તિ લિવ ઇનમાં સાથે રહેવાનો નિર્ણય કરે છે ત્યારે એક બીજા આ વાતની ચર્ચા કરી તામામ મર્યાદાને પૂર્ણ કરે છે. અને બંને એક સમાન રીતે નવા રિલેશનની શરૂઆત કરે છે. જેમાં બંનેને એકબીજા પર પૂરો વિશ્વાસ રહે છે અને ચીટિંગનો કોઈ ભય નથી સતાવતો.
તમારી સેક્સ વિશેની કલ્પનાઓ શું છે?
દરેક વ્યક્તિ જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેને સેક્સ વિશે જાણવાની તાલાવેલી રહેલી હોય છે, પરંતુ ત્યાર બાદ તેની પોતાની પણ અનેક કલ્પનાઓ હોય છે સેક્સ બાબતેની તો જયારે પણ લિવ ઈન મી શરૂઆત કરવાની હોય ત્યારે સાથીની સેક્સ ફેન્ટસી વિષે જરૂર પૂછવું જોઈએ અને કોઈ પણ સંકોચ વગર એ રિલેશનની શુભ શરૂઆત કરી શકાય છે.