ક્રોએશિઆના મારિન સિલિચને હરાવ્યો: કુલ ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે
રોજર ફેડરર વિમ્બલ્ડનનો નવો બાદશાહ બની ગયો છે. ફાઈનલ સુધીની સફરમાં તેણે એક પણ સેટ ગુમાવ્યો ન હતો વિમ્બલ્ડનના ૧૪૦ વર્ષનાં ઈતિહાસમાં ૮ મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનાર ફેડરર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે ફાઈનલમાં મરિન સિલિચને સીધા સેટમાં હરાવી કારકીર્દીનો ૧૯મો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે.
સ્વિસ ખેલાડી રોજર ફેડરરે વિમ્બલ્ડનનો ૮મો સહિત કુલ ૧૯મો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. બીજા ક્રમે ૧૫ ગ્રાન્ડસ્લેમ સામે સ્પેનનો રફાલ નદાલ બીજા ક્રમે છે. સ્વિસ એકસપ્રેસ તરીકે જાણીતા ફેડરરે રવિવારે રમાયેલી મેન્સ સિંગલ્સની એકતરફી ફાઈનલમાં ક્રોએશિયાના મરિન સિલિચને સતત સેટમાં ૬-૩, ૬-૧, ૬-૪ થી હરાવીને કારકિર્દીમાં ૮મી વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીતી લીધું હતુ. આ પહેલા તે બ્રિટનના વિલિયમ રેનશો તથા અમેરિકાના પેટ સામ્પ્રાસ સાથે બરોબરી પર હતો. ફેડરરનો આ કારકીર્દીનો ૧૯મો ગ્રાન્ડસ્લેમ પણ છે. તે અગાઉથી જ સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ જીતનારો મેન્સ ખેલાડી બની ચૂકયો છે. તેના પછી સ્પેનનો રફેલ નાદાલ બીજા ક્રમે છે. તેણે ૧૫ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે રશિયાની માર્ટિના નવરાતિલોવાએ ૯ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો ફેડરરે ચાલુ વર્ષે કુલ પાંચનું ટાઈટલ જીત્યું છે. જેમાં બે ગ્રાન્ડસ્લેમ પણ સામેલ છે તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ ચેમ્પિયન બન્યો હતો.