મેરિકન નિયમને ફેબસુક પર ડેટા સુરક્ષીત અને અંગતતાનું ઉલ્લંઘન મામલે તપાસ કર્યા પછી કંપની પર 5 અબજ ડોલર (અંદાજે રૂ. 34 હજાર કરોડ)નો દંડ લગાવવાની ભલામણ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકન વેપારનું ધ્યાન રાખતી ફેડરલ ટ્રેડ કમીશન ને માર્ચ 2018માં ફેસબુક પરથી ડેટા લીક કેસની તપાસ શરૂ કરી હતી. તેમાં ફેસબુકને યુઝર્સની અંગતતા અને સુરક્ષામાં ખામી મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુકે તેના વિરુદ્ધ તપાસ શરૂ થતાં જ કાયદાકીય સમજૂતી માટે 3થી 5 અબજ ડોલર ચૂકવવાની વાત કરી હતી. એફટીસીએ પણ ઘટનાની તપાસ પૂરી કરવા માટે આ જ શરતોએ કંપની પર દંડ લગાવ્યો હતો. જોકે હજુ તેના પર અમેરિકન ન્યાય વિભાગની મંજૂરી બાકી છે.