Abtak Media Google News
  • રાજકારણથી દૂર રહેવા અને વિવાદમાં ન પડવા રાજીનામું ધર્યું: ડો.રાજા કાથડ]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક વિવાદ કે જે શાંત પડવાનું નામ નથી લેતું. ત્યારે હવે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ભરતી મામલે કંટાળીને બે દિવસ પહેલા મહેકમ વિભાગના નવનિયુક્ત ઇન્ચાર્જ અધિકારી ડો.રાજા કાથડે પણ વ્યક્તિગત રીતે રાજકારણથી કંટાળી રાજીનામું ધર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા જુદા-જુદા ભવનોમાં ખાલી પડેલી પ્રોફેસર, એસોસિયેટ્સ પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે તત્કાલીન કુલપતિ ગીરીશ ભીમાણીના કાર્યકાળમાં ઇન્ટરવ્યૂથી લઇ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકાર પાસેથી કોઇ મંજૂરી મળી નથી. તેથી ભરતી થઇ શકી નથી. ત્યારે હાલના કુલપતિ ડો.દવેએ ભવનના હેડ પાસેથી સ્પેશિયલાઇઝેશન મંગાવીને ભરતી કરવાની વાત સામે આવી છે. ત્યારે હવે ઘણા ભવનો એવા છે કે જેમાં 10 વિદ્યાર્થીઓ જ છે. તેમાં પણ ચાર પ્રોફેસરોની ભરતીની જગ્યાઓ ખાલી હોય તો તાત્કાલીક પણે આ સ્પેશિયલાઇઝેશન ભરતીના જે નામો મંગાવવામાં આવ્યા છે. તેને રદ્ કરવા શિક્ષણવિદ્ો દ્વારા માંગ કરવામાં આવી છે.

ડો.રાજા કાથડે ‘અબતક’ મીડીયાને જણાવ્યું હતું કે વ્યક્તિગત રાજકારણથી દૂર રહેવા મેં રાજીનામું આપ્યું છે. મારે કોઇ વિવાદમાં નથી પડવું. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા સરકાર દ્વારા મંજૂર થયેલી વિવિધ ભવનોમાં સિટીંગની જગ્યા સામે હાલમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા વિષય વાઇઝ જોતા ઘણા ભવનમાં વિદ્યાર્થી કરતા સ્ટાફ વધી જાય છે. જે ભવનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. તે ભવનમાં આ જગ્યા સ્વિફ્ટ કરી ફાળવણી કરવાની સત્તા યુનિવર્સિટી પાસે છે જ. વેકેશન દરમિયાન યુનિવર્સિટીના સત્તાધીશોએ ભવનના અધ્યક્ષો પાસેથી ખાનગી રીતે સ્પેશિયલાઝેશન મંગાવ્યા છે તો શું આ સ્પેશિયલાઝેશન પર યુનિવર્સિટીના સત્તાધીશો ભરતી કરવા માંગે છે? અને જો ખરેખર જુના મહેકમ મુજબ ભરતી થાય તો તે તેના પર ઘણા પ્રશ્ર્નો ઉઠે છે. કેમ કે નવી એજ્યુકેશન પોલીસી મુજબ હાલ જે વિષયો છે તેના પર ભરતી કરવાની રહે. માટે જ જૂની રીતે ભરતી થાય તો અનેક પ્રશ્ર્નો અને અનેક વિવાદો સર્જાય તેવું હાલ ચર્ચાઇ રહ્યું છે. તેથી શિક્ષણવિદ્ો માંગ કરી રહ્યા છે કે તાત્કાલીક ધોરણે જે અરજીઓ મંગાવવામાં આવી છે. તે રદ્ કરવામાં આવે અને સ્પેશિયલાઇઝેશન પર હાલ પુરતું દૂર કરવામાં આવે.

જો કોઈ નવા કુલપતિ હવે ચાર્જ સંભાળે અને હાલના આ સ્પેશ્યલાઈઝેશનના લીસ્ટમાં જો ફેરફાર કરે તો તેના પર પ્રશ્નો ઉઠે અને વિવાદ થાય તેવી પરીસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અગાઉની પ્રોફેસરની ભરતી પ્રક્રિયામાં જેના ઈન્ટરવ્યુ થઈ ચૂકયા છે તે ભરતી હજુ પુર્ણ થયેલ નથી. એટલે સરકારમાં અનામતનું રોસ્ટર પણ મંજુર થઈ શકે તેમ નથી. આ સ્પેશ્યલાઈઝેશન માંગવાનો હેતુ હાલ ભરતી કરવાનો નથી પણ જયારે કોઈ નવા કુલપતિ હવે ભરતી કરે ત્યારે અત્યારથી જ સ્પેશ્યલાઈઝેશન નકકી કરેલા વ્યક્તિઓની ગોઠવણીથી જ અરજી એલીજીબીલીટી થાય તેવો ઘાટ ઘડાયો છે. અમુક ભવનોમાં પુરા વિદ્યાર્થીઓ નથી ત્યારે યુનિ.ના સતાધીશાએ અત્યારથી જ આ સ્પેશ્યલાઈઝેશનની જુની જગ્યા પર સ્ટાફ ભરીને યુનિ.ને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અંગે ઉચ્ચ શિક્ષણ વિભાગ તેમજ રાજય સરકારને પણ ફરિયાદો પહોંચાડવામાં આવી છે.’

સમગ્ર મામલે વિચારીને પ્રક્રિયા હાથ ધરાશે: કુલપતિ 

ભવનના વડાઓ પાસેથી સ્પેશિયલાઝેશન કર્યું હોય તેવા પ્રોફેસર, એસોસિયેટ્સ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના લીસ્ટ મંગાવ્યા બાદ હવે આજે નવનિયુક્ત ઇન્ચાર્જ મહેકમ વિભાગના અધિકારી ડો.રાજા કાથડે રાજીનામું ધરતા સમગ્ર મામલે કુલપતિ ડો.નિલાંબરીબેન દવેનો ‘અબતક’ મીડીયાએ સંપર્ક સાધ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે રાજા કાથડે રાજીનામાની વાત તો કરી છે પરંતુ તે ચાર્જ ન છોડવા સહમત થયા છે. જો કે બીજી બાજુ ભરતી મામલે તેઓએ જણાવ્યું હતું કે હાલ પુરતું તો ક્યા કેટલી જગ્યા ખાલી છે. તેના નામ જ મંગાવ્યા છે. સમગ્ર મામલે વિચારી સમજીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.