-
૫૦ હજાર લોકોના રજીસ્ટ્રેશન થયા: મેયર જૈમન ઉપાધ્યાય
-
મેરેથોનને યાદગાર બનાવવા તમામ પ્રયાસો કરાયા: પાની
રાજકોટમાં ૧૮ ફેબ્રુઆરીના રોજ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પ્રમોશન માટે રાજકોટ રીંગરોડ ઉપર ફનસ્ટ્રીટમાં ફિટફેસ્ટનું અને ચિત્રનગરીના સભ્યો દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન મેયર જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું કે, ૧૮મી ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ખૂબ સરસ મેરેથોન થવા જઈ રહી છે. ત્યારે તેના પ્રમોશન માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, અલગ અલગ ગ્રુપો દ્વારા એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે. તો અહીયા પણ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો આપણા રાજકોટ માટે દોડે, લોકોપોતાના સ્વાસ્થ્ય માટે દોડે તેના માટે આપણે મેરેથોન રાખતા હોય છીએ. ત્યારે આપણને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ એન્ટ્રીઓ આવી ગઈ છે. બુધવાર સુધીનો ટાઈમ પણ અમોએ લંબાવેલ છે. અમને વિશ્ર્વાસ છે કે ગયા વખતના મેરેથોનએ એશિયામાં બીજા ક્રમની મેરેથોન આવી હતી. આ વખતે પણ રાજકોટના લોકોનો એવો પ્રતિસાદ મળશે. ૧૮ ફેબ્રુ.ના રોજ રાજકોટના તમામ લોકો મેરેથોનમાં જોડાય તેવી અપીલ ક‚ છું.
અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે આજે ફનસ્ટ્રીટમાં અને રાજકોટના રેસકોર્ષ રીંગરોડ ઉપર ખૂબ વધારે સંખ્યામાં લોકો આ ફીટફેસ્ટમાં જોડાયા છે. અને ફનસ્ટ્રીટ અને ફિટફેસ્ટએ રાજકોટ મેરેથોન માટે ખૂબજ અગત્યના તમામ પ્રચાર પ્રસાર માટે ચાલી રહ્યું છે. છેલ્લા દિવસોમાં ઘસારો જોતા બુધવાર સુધી મુદતો લંબાવેલી છે. આ વખત રાજકોટ મેરેથોન એક ગ્રાન્ડેસ્ટવે પોસીબલ થશે. અને રાજકોટના લોકોને માટે યાદગાર રહેશે. આ પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે. વાહન પાર્કિંગ અન્ય તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આ વખતના ‚ટ પણ સરસ રીતે ગોઠવેલ છે. કે કોઈપણ રીતે કલેશ ન થાય અને દોડવિરોને કોઈપણ રીતે પ્રોબ્લેમ ન થાય ૭૫ થી વધુ ચીયરીંગઅપ સ્ટેશન અન્ય જુદા જુદા સ્થળોએ રાખવામાં આવેલ છે.
પચાસ હજાર કરતા વધારે લોકો જે રજીસ્ટ્રેશન મેરેથોન દોડ માટે થગની રહ્યા છે. એની બધી જ વ્યવસ્થા રાજકોટના લોકો માટે છે. રાજકોટને ફીટ સીટી, સ્માર્ટ સીટી અને કલીન સીટી,ગ્રીન સીટી અને રાજકોટને હેલ્ધી સીટી બનાવવા માટેનું ઝુંબેશ છે.