પેમેન્ટ સર્વિસમાં વૉટ્સએપની સ્પર્ધા ભારતમાં પેટીએમ, ફોન પે, ગૂગલ પે જેવી કંપનીઓ સાથે થવાની છે. ફેસબુક ગ્રૃપની કંપની વૉટ્સએપ વિશ્વભરમાં 150 કરોડ યુઝર ધરાવે છે. કંપની ભારત સિવાય અન્ય માર્કેટમાં પણ પેમેન્ટ સર્વિસ શરૂ કરવાનું વિચારી રહી છે.
વૉટ્સએપને ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે ઓથેન્ટિકેશન અને ડેટા સ્ટોરેજ જેવી ચેલેન્જ પાર પાડવી પડશે. તેની હરિફ કંપનીઓ એવો પણ આરોપ લગાવી ચૂકી છે કે, વૉટ્સએપનું પેમેન્ટ પ્લેટફોર્મ યુઝર્સ માટે જોખમી છે અને આર્થિક વ્યવહારો માટેના નિયમો અનુસાર પણ નથી.