દેવભૂમિ દ્વારકા જિલ્લો મોટાભાગે સમુદ્રતટ પર વિસ્તરેલ છે. જેથી મોટાભાગે વાતાવરણ ભેજવારૂ હોય છે. કોરોનાના સંક્રમણમાં આ વખતે પ્રતિદિન કેસ વધતા જાય છે. ત્યારે હાકલા પડારા સિવાયના નકકર આયોજનની કમી છે.પછાત મનાતા આ વિસ્તારમાં સંક્રમણ જે હકિકતથી પ્રસરે છે તે બધી દૂર કરવા માટે કયારેય કોઈ તસ્દી લેવામાં આવી નથી જેથી તમામ આયોજનમાં સુપરવિઝનની કમીથી તમામ કામો માત્ર ભગવાનના ભરોષે છે. વકરતી જતી સ્થિતિમાં સુધારો કરવા ઈફકેટીવ ડ્રાઈવ યોજવી ખૂબ જરૂરી છે. આ ડ્રાઈવમાં જવાબદાર તંત્રના અધિકૃત અધિકારીને સામેલ કરવા જોઈએ આ ડ્રાઈવ તમામ વિસ્તારોમાં રાઉન્ડ લે રાઉન્ડ દરમ્યાન સામે આવતી માનવ સર્જીત બેદરકારીઓ જેવી કે કરોડોના ખર્ચથી બનાવવામાં આવેલ માર્ગો પરના ખાડાઓમાં ભરાઈ જતા કચરા ગંદાપાણી ગટરના કાળા કાદવ માર્ગમાં કચરાનાં ઢગલા માલધારી વિસ્તારમાં છાણ -મુત્રનો ગંદવાડ કાર્બન ડાયકસોઈડ ફેલાવતા વાહનો માસ મચ્છીના ગેરકાયદેસર હાટડા માસ્ક વગરના ચહેરા સેનીટાઈઝ વગરનાં સંસ્થાનોનું ચેકીંગ થાય તો ખ્યાલ આવે કે ભદ્ર સમાજ કેવી બદતર હાલતમા રહેવા ટેવાયેલ છે. અને આ સ્થિતિમાંથી બહાર લાવવા લાગવગને ફગાવી ડ્રાઈવ દરમ્યન કડકાઈથી કામ લેવામાં આવે તો વિવિધ સ્થળે સ્વચ્છતા પ્રદુષણની મલીનતામાં રાહત સ્વચ્છ પાણીના કારણે આંશિક રાહતની માન્યતા નકારી શકાતી નથી. ખર્ચાઓ તો કરોડોના કરવામાંઆવે છે. પરંતુ ત્યારબાદની સાર્થકતા તપાસવામાં આવતી નથી. જેથી અણધડ રીતરશમને ચેપી રોગ માટે ઓછી જવાબદારી માની શકાય નહિ.

દ્વારકાને જિલ્લાનું સ્થાન આપવામાં આવ્યું હોવાથી તમામ તંત્રનાં કલાસવન અધિકારી મૂકવામાં આવ્યા છે. પરંતુ કોઈપણ દ્વારા જનતાની વચ્ચે રહેવાનું મુનાસીબ માનવામાં આવતું નથી એટલે સમાજમાં બેફીકરાય સામે લાલ આંખ કરવાવાહ કોઈ ન રહેવાથી ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. અફસોસ એ વાતનો હોઈ શકે જિલ્લા કે તાલુકા શહેરનાં પ્રથમક્રમના અધિકારી કે પદાધિકારીઓ સ્થાનિક કક્ષાની તળીયાની બેદરકારીથી પૂર્ણ વાકેફ હોવા છતાં સચ્ચાઈ પૂર્વક સ્થિતિ સુધારવા ઉણા ઉતારતા નથી એક માત્ર વેક્સીનના ઉપયોગથી જ આ સંક્રમણ અટકાવવું મુનાસીબ નથી સંક્રમણ સામે ચારે તરફની સમજણ જ ખૂબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.