તેલંગણાના નિર્મલ જિલ્લાના કસિગુદાના વિસ્તારમાં એક ભયંકર મૌન રુવાંડા ઊભા કરી દે છે, ગામમાં માત્ર મહિલાઓ જ રહે છે. પુરુષો ગામ છોડી ને ભાગી ગયા છે. જેની પાછળ ગામમાં ચૂડેલનો વાસ હોવાનું માનવમાં આવે છે. આ ચૂડેલ માત્ર પુરૂષોને જ નિશાન બનાવતી હોવાથી ગામ પુરુષો વગરનું છે. આ ગામના 60 પરિવારો જે પથ્થર કટિંગ અને ક્રશથી તેમની આજીવિકા ચલાવતા હતા, તે હવે ખાલી છે કારણ કે તેના મોટાભાગના લોકો “સુરક્ષિત સ્થળો” માટે ચાલ્યા ગયા છે. જ્યાં સુધી ચૂડેલથી છુટકારોના મળે ત્યાં સુધી કોઈ પરત ફરવા તૈયાર નથી. થોડા લોકો જેમણે પાછા રહેવાનું પસંદ કર્યું છે તેઓ સૂર્યોદય સુધી તેમના ઘરોમાંથી બહાર આવતા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.