જામનગરમાં ૨૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ વરસતા રંગમતી નદીના મેદાનમાં પાણી ભરાતા મેળા સામે જોખમ ઉભું થયું છે.મેદાનમાં રાખેલી રાઇડસ અને ચકરડીમાં પાણી ભરાતા મેળો થશે કે કેમ તે એક સવાલ છે.મેદાનમાં પાણી ભરાવાથી જમીન નરમ થતાં રાઇડસ અને ચકરડીના ફીટીંગમાં તકેદારી જરૂરી બની છે.

જામનગરમાં લાંબા સમય બાદ એક સાથે પાંચ ઇંચ વરસાદ વરસતા શહેરના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.શહેરના રંગમતી નદીના પટમાં અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં દર વર્ષે શ્રાવણમાસમાં લોકમેળો યોજાય છે.આ વર્ષે મેળાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે.રંગમતી નદીના પટના મેળાનું ટેન્ડર રૂ.૧૦.૫૦ લાખમાં આપવામાં આવ્યું છે અને ધંધાર્થીઓ દ્વારા રાઇડસ ફીટ કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.આ સ્થિતિમાં વરસાદના કારણે રંગમતી નદીના મેદાનમાં પાણી ભરાતા મેળા સામે જોખમ ઉભું થયું છે.વરસાદના પાણી રાઇડસ અને ચકરડીમાં ભરાતા મેળો થશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.મેદાનમાં પાણી ભરાતા સંચાલકોના જીવ તાળવે ચોંટયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.