દક્ષિણ ભારતના ધાર્મિક સ્થળો પર હુમલાની શકયતા: આંધ્ર પ્રદેશ અને કેરળના સમુદ્રી કિનારા પર કોસ્ટ ગાર્ડ અને વિશેષ સૈન્યને સાબદુ કરાયું
ગુજરાતના દરિયાઇ માર્ગેથી ૫૦ જેટલા જૈશના ૫૦ આંતકી ઘુષણખોરી કર્યાના ઇનપુટથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એને હટાવી કાશ્મીરને વિશેષ દરજજો આપવામાં આવતા પાકિસ્તાન તમામ મોરચે નિષ્ફળ રહેતા રઘવાયુ થઇ ભારતમાં આતંકી હુમલો કરવાના ઇનપુટ મળ્યા બાદ જૈશ એ મોહમંદના ૫૦ જેટલા આંતકીઓએ સિરક્રિકથી ઘુષણખોરી કર્યા અને દક્ષિણ ભારતના કેટલાક ધાર્મિક સ્થળો પર મોટો આંતકી હુમલો કરે તેવી બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને બીએસએફને સિરક્રિક અને હરામીનાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ દક્ષિણ ભારતના કેરળ અને આંધ્ર પ્રદેશના દરિયાઇ વિસ્તાર પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
ભારતમાં આંતકી હુમલો કરી ભાંગફોડનો કરવાનો આંતકીઓએ પ્લાન બનાવી ભારતમાં નાપાક હુમલાની ગુપ્તચર એજન્સીને મળેલી બાતમીના આધારે સમગ્ર દેશની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવામાં આવી છે. કાશ્મીર સરહદે આર્મીના સઘન પેટ્રોલિંગના કારણે આંતકીઓ ઘુષણખોરી કરવામાં નિષ્ફળ રહેતા આંતકીઓએ કચ્છ સરહદે આવેલા સિરક્રિકને ઘુષણખોરી માટેનો માર્ગ બનાવ્યાની અને છેલ્લા કેટલાક સમયથી સિરક્રિક વિસ્તારમાંથી બીનવારસી હોડી મળી આવતા કચ્છના દરિયાઇ વિસ્તારમાં થઇ રહેલી શંકાસ્પદ હીલચાલ પર કોસ્ટગાર્ડની નજર રહે તે માટે દરિયામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. જૈશ એ મોહમ્મદના ૫૦ જેટલા આંતકીઓ ઘુષણખોરીની ફિરાકમાં હોવાની અને મુંબઇ જેવો હુમલો કરવાની પેરવી કરી રહ્યાના સૈનાના કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ચીંફ એસ.કે.સૈનીએ જણાવ્યું છે. કચ્છના સિરક્રિકમાં કેટલીક શંકાસ્પદ ઘટના સામે આવતા દક્ષિણ ભારતના મંદિરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. આંતકીઓના નિશાના પર કેરળ રાજય હોવાના ઇનપુટના પગલે કેરળના પોલીસ વડા લોકનાથ બહેરાએ હાઇએલર્ટ જાહેર કરી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા સ્થળોએ વધુ ભીડ રહેતી હોવાથી સુરક્ષા વધારવામ્આવી છે. તામીલનાડુ પોલીસને પણ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. ચેન્નાઇ સરક્ષણ પ્રવકતાએ ગુજરાત ઉપરાંત ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં પણ આંતકી હુમલા થઇ શકે તેવી દહેશત વ્યક્ત કરી છે. તેમજ બાંગ્લાદેશ થઇ આંતકીઓ ઘુષણખોરી કરે તેવી શકયતા બતાવી છે.
નાપાક તત્વો ગુજરાતને સિંધથી અલગ કરતા સિરક્રિક વિસ્તારનો ઉપયોગ કરી આંતકી પ્રવૃતિઓને પૈરવી કરી રહ્યન છે. સિરક્રિકમાંથી કેટલીક બીનવારસી હોડી મળી આવી છે. તે તમામ હોડીની ક્ષમતા અંગેનો સુરક્ષા જવાનો દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી રહ્યું છે.