જિલ્લા પંચાયતના આખા વર્ષના બજેટ રૂ.28,16 કરોડમાંથી રૂ.2.40 કરોડ આંગણવાડી માટે ફાળવાયા છતા છેલ્લા બે વર્ષથી જૈસેથે સ્થિતિ: ત્વરીત પગલા ઝંખતી આંગણવાડીઓ પ્રત્યે ઉદાસીનતા સામે વાલીઓમાં રોષની લાગણી
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વાર્ષિક બજેટ રૂ.28.16 કરોડ પૈકી અંદાજે 2.40 કરોડની રકમ આંગણવાડી માટે આઈ.સી.ડી.એસને ફાળવાઈ હોવા છતા રાજકોટ જિલ્લાની 1360 આંગણવાડીઓ પૈકી 99 જેટલી આંગણવાડીઓ છેલ્લા બે વર્ષથી જર્જરીત હાલતમાંજોવા મળે છે. 99 જર્જરીત આંગણવાડીઓ પૈકી 56 ક્ષતિગ્રસ્ત આંગણવાડીમાં આજે પણ ભુલકાઓ ના છૂટકે ભણવા મજબુર બન્યા છે. 12 જેટલી આંગણવાડી એવી છેકે, જેમાં ભણનાર બાળકો ભાડાના ખખડધજ મકાનમાં બેસી ભણવા મજબુર બન્યા છે.
રાજકોટ જિલ્લામાં કુલ 1360 આંગણવાડી કાર્યરત છે, જે પૈકી 99 આંગણવાડી છેલ્લા બે વર્ષ કે તેથી વધુ સમયથી જર્જરિત હાલતમાં છે, જિલ્લા પંચાયતના વાર્ષિક રૂ.28.16 કરોડના બજેટ પૈકી અંદાજે રૂ.2.40 કરોડની રકમ આંગણવાડી માટે આઇસીડીએસને ફાળવવામાં આવી હોવા છતાં છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી 99 જર્જરિત આંગણવાડીની સ્થિતિ આજે પણ દયનીય છે. 99 જર્જરિત આંગણવાડી પૈકી 56 ક્ષતિગ્રસ્ત આંગણવાડીમાં આજે પણ ભૂલકાંઓ નાછૂટકે ભણવા મજબૂર બની રહ્યા છે. ત્યારે 12 આંગણવાડી એવી પણ છે કે, જેમાં ભણનારા બાળકોભાડાંના ખખડધજ મકાનમાં બેસી ભણવા મજબૂર બની રહ્યા છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ જિલ્લા પંચાયતના વાર્ષિક 28.16 કરોડના બજેટ માંથી મોડેલ આંગણવાડી, આંગણવાડીનું રિપેરિંગ સહિતની બાબતો માટે રૂ.2.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી જર્જરિત આંગણવાડી ઓની હાલત આવી હોવા છતાં આ બાબતે કોઇ ઠોસ પગલાં ભરવામાં આવ્યા નથી તે સર્વવિદિત છે.કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આંગણવાડીને લગતું ઘણું બજેટ ફાળવાયું છે. એક વર્ષમાં પ્રશ્ન ઉકેલાઇ જશે. ટેન્ડરનું કામકાજ ચાલી રહ્યું છે. અમુક આંગણવાડી જર્જરિત છે તેના માટે રૂ.1.17 કરોડ બજેટ માંથી વ્યવસ્થા ઊભી કરીશું.
આ માટે બજેટમાં ઘણી રકમ આપી છે, મોડેલ આંગણવાડીઓ બનશે ત્યારે જર્જરિત પૈકીની ઘણી આંગણવાડીઓ નીકળી જશે.
જિલ્લા પંચાયત તંત્ર ખાસ કરીને આંગણવાડી સિંચાઇ કામ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, આ બે બાબત ગ્રામ્ય લેવલનું પગથિયું છે. જિલ્લામાં મોડેલ આંગણવાડીઓ બનાવવાના પ્રયત્નો જારી છે. આંગણવાડીઓ બે વર્ષથી જર્જરિત છે તેનું કારણ એ છે કે, અગાઉના સત્તાધીશોએ ધ્યાન જ નથી આપ્યું. 99 જર્જરિત પૈકી આવતા વર્ષમાં એક પણ જર્જરિત આંગણવાડી જોવા નહીં મળે. આ કોઇ મોટો ઈશ્યુ નથી! કામ ચાલે છે! ગ્રાન્ટ વિશેષ પ્રક્રિયાના ભાગરૂપે આવતી હોય છે, ટેન્ડર સહિતની કામગીરીમાં સમય લાગી જતો હોય છે. ચોમાસા પહેલા જર્જરિત આંગણવાડીઓની મુલાકાત લેશું, પરિસ્થિતિ વધુ ખરાબ જણાયે ત્વરિત રિપેરિંગ કરાશે અન્યથા વૈકલ્પિક વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યું હતુ.
આંગણવાડીઓ પ્રત્યે ઉદાસીનતા સામે વાલીઓમાં રોષ
રાજકોટ જિલ્લાની જર્જરીત આંગણવાડી પ્રત્યે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું ટકોરા દઇ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાની જર્જરિત આંગણવાડીઓમાં ભણતા ભૂલકાઓનો મુદ્દો કેન્દ્ર સ્થાને આવ્યો છે. પહેલેથી જ બખડજ મકાન કે, કે જર્જરિત અવસ્થા વાળા રૂમમાં બેસતા બાળકોના વાલીઓમાં ચોમાસામાં વરસાદ વચ્ચે કઈ રીતે ભળશે? જર્જરિત મકાનોમાં અમારા બાળકો સાથે કોઇ અકસ્માત તો નહીં સર્જાઇ ને તેવા જાત જાતના પ્રશ્નો સર્જાવાના શરૂ થઈ ગયા છે. આ બાબતે તંત્ર વાહકો આ કાર્ય માટે પૂરતું બજેટ છે, ઝડપથી કાર્યવાહી થઇ જશે તેવો વિશ્વાસ પણ દર્શાવી રહ્યા છે, પરંતુ અનેક ગામો હજુ જર્જરિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા ભૂલકાંઓના વાલીઓ એમ જ પૂછી રહ્યા છે કે, ક્યારે આ પ્રશ્ન હલ થશે.