અબતક, રાજકોટ
રાજકોટ શહેરમાં ખાખીનો ખોફ ચોસરતો જાય છે તેવો બનાવો બે દિવસની અંદર પ્રકાશિત થયા છે જેમાં જાણે ગુંડાઓને ખાખીનો ખોફ રહ્યો જ નથી અને બેફાર્મ બન્યા છે આજે બપોરના સમયે આર.પી.એફ.ના જવાન રેલવે સ્ટેશન પર હતા તે વેળાએ એક રીક્ષા ચાલક સ્ટેશનની અંદરથી પેસેન્જર બેસાડતો હતો જે વાત પર આરપીએફના જવાન તેને સમજાવવા જતા રીક્ષા ચાલકે ઉશ્કેરાઇને તેના પર હુમલો કરી ઢીકાપાટુ મારી અને બચકા ભરયા હતા. જે અંગે ત્યાંથી નાશી ગયો હતો. આરપીએફના જવાનને ઇજા પહોચતા તેનું સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત કાલે જ મોચી બજાર કોર્ટ નજીક રીક્ષા ચાલકે ટ્રાફીક પોલીસના જવાનને ફડાકા ઝીંકયા હતા જેથી તેના પર ફરજમાં રૂ કાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ આરપીએફના હેડ કોન્સ્ટેબલ દિનેશસિંહ દતારામ સિંકરવાર (ઉ.વ.૪૯) એ પોતાની ફરજ પર રેલવે જંકશન પર હતા તે વેળાએ રીક્ષાચાલક પ્રેમજી પોલા રેલવે સ્ટેશનની અંદરથી પેસેજન્રને બેસાડી રહ્યો હતો જે ન કરવાનું દિનેશસિંહ તેને સમજાવા જતા રીક્ષા ચાલક પ્રેમજીએ ઉશ્કેરાઇને દિનેશસિંહ પરમ હુમલોક રી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેની વર્દી ફાડી બચકા ભર્યા હતા. બાદ પોલીસ સ્ટાફ આવી જતાં તે ત્યાંથી નાશી છુટયો હતો. આરપીએફના જવાન દિનેશસિંહને ઇજા પહોચતા તેમને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે રિક્ષા ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલના જ મોચીબજાર કોર્ટ પાસે એક રિક્ષા ચાલક ટ્રાફીક સિગ્નલ તોડી જતો હતો. જેથી તેને ટ્રાફીક પોલીસના જવાન અટકાયત કરતા તેને ઉશ્કેરાઇને પોલીસ જવાનને ફડાકા ઝીકયા હતા. જેથી રીક્ષા ચાલકની ધરપકડ કરી તેના વિરુઘ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટમા સતત બીજા દિવસે સરકારી કર્મચારી પર હુમલો થતાં લાગી રહ્યું છે કે ગુંડાઓને ખાખીનો ખોફ થોડો પણ રહ્યો નથી.