જયારે પણ કોઇ મહામારી ફેલાય છે ત્યારે મોટાભાગના લોકો સામાજીક નિયમોનું પાલન ખૂબ જ કડક રીતે કરે છે: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસી. પ્રોફેસરે કરેલા સર્વેનો રિપોર્ટ

છેલ્લા કેટલાક સમયથી આપણા સૌનો વાતચીત કરવાનો એક જ વિષય હોય છે. કોવિડ-૧૯, આનાથી વાતની શરુઆત થાય છે. અને આનાથી જ વાતનો અંત આવે છે. વર્તમાન પત્રો અને મેગેઝીનો કોરોના વાયરસની ખબરોથી ભરપુર ભરેલા હોય છે. ત્યાં સુધી કે રેડીયો, ટી.વી. કે સોશિયલ મીડિયામાં પણ એક જ શબ્દ સાંભળવા માટે છે કોવિડ-૧૯ અને તેની સાથે જોડાયેલી વાતો કોઇને ફોન કરીએ ત્યારે પણ રેકોર્ડડ મેસેજ દ્વારા કોરોનાથી બચવાના ઉપાયો બતાવવામાં આવે છે. ત્યારબાદ ટેલીફોનીક વાતચીત થતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર કોવિડ-૧૯ ની મહામારીની એવા ભયંકર તસવીરો સામે આવી રહી છે કે જેનો સિધો અને ગંભીર પ્રભાવ આપણા મનમાં સ્વાસ્થ્ય  પર  પડે છે. સતત ભય અને ડરના માહોલને કારણે વ્યકિતના અંગત જીવનથી લઇ સામાજીક જીવનમાં ખુબ જ નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ બીમારીના પ્રભાવથી આપણે સૌ મનથી રૂઢીવાદી થતા થતા જઇએ છીએ. ધીમે ધીમે વાસ્તવિક અને સામાજીક દ્રષ્ટિકોણથી આપણો સમાજ દુરથતો જાય છે. સોશિયલ મીડિયા અને મીડિયાના કેટલાક ખોટા ઉપજાવી કાઢેલા સમાચારોથી અફવાનું બજાર સતત ધમ ધમે છે.

જુદા જુદા પ્રકારની મહામારી પહેલા પણ ફેલાયેલી છે. એ સમયમાં મહામારીથી બચી જવુ: તેને સૌભાગ્ય માનવામાં આવતું. વિજ્ઞાનનો જ વિકાસ નહોતો થયો ત્યારે પણ મહામારી બધાને પોતાના શિકાર બનાવતી ન હતી. જેની રોગપ્રતિકારક શકિત સારી હતી તેઓ બચી જતા હતા. પરંતુ જે બચી જતા હતા તેના પર મહામારીનો પ્રભાવ પડતો હતો. એટલે કે, તે લોકો પણ અસાનીથી સામાન્ય જીવન શરૂ નહોતા કરી શકતા. જેમ કે લોકોને મળવું, લોકોને ઉપયોગી થવું અને પોતાનું અંગત જીવન માણવું, વગેરે બાબતોમાં તેઓ નિરુત્સાહી જણાતા હતા  ડર તેની અંદર ઉંૅડે સુધી જોવા મળતો હતો. કેનેડાની બ્રિટીસ કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધક માર્ક શાલરનું કહેવું છે કે બિમારીની સાથે રોગપ્રતિકારક શકિત હોવી જરુરી છે તેના માટે મનોવૈજ્ઞાનિક વાર્તનીક ઇમ્યુની સિસ્ટમ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો વ્યકિતએ મહામારીની સાથે લડવું છે તો પહેલા વ્યવહારથી તેના સંપર્કને તોડવો પડશે. એટલે કે એકબીજાથી શારીરિક અંતર જાળવવું પડશે.

મનુષ્ય એક સામાજીક પ્રાણી છે અને તે સમુહમાં રહેતો આવ્યો છે સોશ્યલ ડિસ્ટસીંગને કારણે આપણા સંબંધો અને રોજબરોજની વાતચીત અને વ્યવહારો પર ખુબ જ અવળી અસર પડી છે.

Dimple

ઘણા બધા મનોવૈજ્ઞાનિક નીરીક્ષણો દ્વારા ડો. ડિમ્પલ રામાણી અને નીમીષા પડારીયાએ વાત સ્પષ્ટ કરે છે કે જયારે પણ આપણે કોઇ બિમારીનો ભય મહેસુસ કરીએ છીએ ત્યારે આપણે પરંપરાઓના આધારે તેઓ જણાવે છે કે બિમારથી વધુ ચિંતિત લોકોને પુછવામાં આવ્યું કે તેઓ કેવા પ્રકારના લોકોને પસંદ કરે છે ત્યારે લગભગ બધાનો જવાબ પરંપરાવાદી રીવાજોમાં માનનારા લકો ગમે છે એવું જણાવ્યું તેનો મતલબ સર્જનાત્મક અને કલાત્મક લોકોને તુલનામાં પરંપરાનું પાલન કરતા લોકો વધારે પસંદ હતા. આનાથી એ ખબર પડે છે કે મહામારી સંક્રમણ વખતે સ્વતંત્ર વિચાર, આવિસ્કાર અને નવા સંશોધન કરવાવાળા વિચારો નબળા પડી જાય છે. તેનામાં એ વિચાર વધારે આવે છે કે સામાજીક ધોરણો અને રિવાજોને તોડવા નુકશાનકારક થઇ શકે છે અને તેના પરિણામો અતિઘાતક થઇ શકે છે. જયારે પણ કોઇ સંક્રમણ ફેલાય છે ત્યારે મોટે ભાગે લોકો સામાજીક નિયમોનું પાલન વધારે કડકાઇથી કરવા લાગે છે આ નિયમોના પાલનથી તે વધુ નૈતિક બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.