એક મચ્છર સાલા…

મેલેરીયા જેવા સ્વાઈન ફલુ અને ચીકનગુનિયા સહિતના રોગથી કોરોના કરતા વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા

કોરોના વાયરસની મહામારીના ભયના ઓથાર હેઠળ સમગ્ર દુનિયા પિસાઈ રહી છે. ત્યારે મેલેરીયાના કારણે દર વર્ષે થતાં મોતના કેસ હવે બે ગણા થઈ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. સામાન્ય રીતે મેલેરીયાની જેમ ચીકનગુનિયા અને ડેંન્ગ્યુ જેવા રોગના ખાટલા ઘરે ઘરે જોવા મળતા હોય છે. વર્તમાન સમયે મેલેરીયાએ ફરીથી માથુ ઉંચક્યુ છે. વિશ્ર્વની આરોગ્ય સંસ્થાનું ધ્યાન કોરોના તરફ છે ત્યારે ધીમી ગતિએ મેલેરીયાથી થતાં મોતની સંખ્યા પણ વધવા પામી છે. વર્તમાન સમયે આફ્રિકન દેશોમાં સૌથી વધુ મેલેરીયાના કેસ જોવા મળે છે. આફ્રિકન દેશોમાં અત્યારે કોરોનાના કેસ ઓછા છે પણ મેલેરીયાના કેસ ટોચ પર પહોંચી ચૂકયા છે.

વર્ષ ૨૦૧૮માં વિશ્ર્વમાં મેલેરીયાના કેસનું પ્રમાણ ઘટ્યું હતું. ત્યારબાદ ૨૦૧૯માં મેલેરીયાના કેસમાં નહીંવત વધારો જોવા મળ્યો હતો. પરંતુ ૨૦૨૦માં કોરોનાની મહામારી શરૂ  થયાની સાથો સાથ મેલેરીયાના કેસમાં પણ એકાએક આશ્ર્ચર્યજનક વધારો થવા પામ્યો છે. કેસ વધવાની સાથે મોત પણ વધ્યા છે. ૨૦૧૮માં મેલેરીયાના કેસ નોંધાયા બાદ ત્રીજા ભાગના લોકોના મોત થતા હતા હવે આ પ્રમાણ બે ગણુ થઈ ચૂકયું છે.

સામાન્ય રીતે મેલેરીયાના કેસ સબ-સહારન-આફ્રિકન દેશોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અત્યારે આ દેશોમાં કોરોનાનો પ્રકોપ ખુબ ઓછો છે પરંતુ મેલેરીયા વધુ લોકોનો ભોગ લઈ રહ્યો છે. મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના રોગ મચ્છરજન્ય રોગ ગણાય છે. આ વિસ્તારોમાં મચ્છરોનું પ્રમાણ વધુ છે. ભારતમાં પણ દર વર્ષે મચ્છરજન્ય રોગાના કારણે હજ્જારો લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુનું પ્રમાણ ભારમાં વધુ છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણ લાગ્યા બાદ તેની સારવારમાં મેલેરીયા વિરોધી દવાનો ઉપયોગ અસરકારક હોવાની વાત વહેતી થઈ હતી. પરંતુ અમેરિકા, બ્રાઝીલ સહિતના દેશોએ ભારતમાંથી મોટા પ્રમાણમાં મેલેરીયા વિરોધી દવા મંગાવી હતી. અત્યારે મેલેરીયાના કેસ વધતા મેલેરીયા વિરોધી દવાની પણ તાતી જરૂ રીયાત ઉભી થયાનું સામે આવે છે.

નોંધનીય છે કે, વિશ્ર્વમાં કોરોના મહામારીએ અત્યાર સુધીમાં ૧.૮૦ લાખ લોકોનો ભોગ લઈ લીધો છે. મોતની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકા, ઈટાલી, સ્પેન, ચીન અને યુકે સહિતના દેશોમાં કોરોનાના કારણે હજ્જારો લોકોના જીવ ગયા હતા. ભારતમાં પણ મોતનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં હવે આફ્રિકન ખંડના અલ્પવિકસીત દેશોમાં કોરોનાના સ્થાને મેલેરીયાએ માથુ ઉંચક્યું હોવાનું સામે આવે છે. મેલેરીયાથી થતાં મોતની સંખ્યા આગામી સમયમાં બે ગણી થઈ જાય તેવી દહેશત સેવવામાં આવી રહી છે.

  • સમયસર લોકડાઉને મહામારીની તીવ્રતા ઘટાડી

વર્તમાન સમયે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધે છે પરંતુ અન્ય દેશોની સરખામણીએ કોરોનાની તિવ્રતા ખુબજ ઓછી છે. લોકડાઉનના કારણે કોરોનાના પેટર્ન તોડવામાં મહદઅંશે સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. સરકારે લોકડાઉન મુદ્દે લીધેલા સમયસર પગલાના કારણે કોરોનાના મહામારી વધુ નુકશાન પહોંચાડી શકી નથી. સામાન્ય રીતે દેશમાં ટેસ્ટ થયા બાદ ૪.૫ ટકા લોકોને કોરોના પોઝિટીવ આવે છે. વર્તમાન સમયે દેશના ૭૮ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસથી

એક પણ કોરોનાના કેસ નોંધાયો નથી. દેશના ૯ રાજ્યોના ૩૩ જિલ્લા એવા છે કે, જ્યાં કોરોનાની સ્થિતિને કાબુમાં લઈ શકાય છે. કેસમાં કોરોનાના કેસ ૨૨ હજારની નજીક છે. જેમાંથી ૪૨૫૭ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કેસ વધી રહ્યાં છે પરંતુ ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ કોરોનાના કેસની તિવ્રતા ઘટી છે. આગામી સમયમાં લોકડાઉન રહેશે તો તિવ્રતા વધુ ઘટી જશે.

  • ગુજરાતને ધમરોળતા કોરોનાએ સૌરાષ્ટ્રને બાકાત રાખ્યું

કોરોના વાયરસના સંક્રમણનું ભોગ ગુજરાત બની રહ્યું છે. વર્તમાન સમયે કોરોના વાયરસના કેસની સંખ્યા ૩૦૦૦ નજીક પહોંચી ગઈ છે. મોતના કિસ્સા પણ ૨૧૨થી વધુ ચુકયા છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્ર કોરોના વાયરસના કોહરામથી બચી ચૂકયું હોવાનું સામે આવે છે. અમદાવાદ, સુરત, બરોડા સહિતના મેટ્રો શહેરોમાં કેસ સતત વધ્યા છે. રાજકોટમાં પણ કેસની સંખ્યા સૌરાષ્ટ્રના અન્ય શહેરો કરતા વધુ છે. અલબત છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં કોરોનાથી મોતનો એક પણ કિસ્સો

સામે આવ્યો ન હોવાનું પણ ફલીત થાય છે. ગઈકાલે અમદાવાદમાં ૧૫૧, સુરતમાં ૪૧, વડોદરામાં ૭, ભરૂ ચમાં ૫, આણંદમાં ૩, બોટાદમાં ૨, ભાવનગર, ગાંધીનગર, પંચમહાલ અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા હતા. દરમિયાન આજે પણ કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ કાબુમાં લેવામાં તંત્રને અન્ય ક્ષેત્ર કરતા બહોળી સફળતા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.