સનસાઈન ગ્રૂપ ઓફ ઈન્સ્ટીટ્યુટ દ્વારા બરોડાથી લંડન સુધી બાઈક રાઈડીંગ કરનાર કુમાર શાહનો સેમિનાર યોજાયો
રાજકોટના સનસાઈન ગ્રૂપ ઓફ ઈન્સ્ટીટ્યુટ દ્વારા સમયાંતરે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ સનસાઈન સહિત અલગ અલગ ૧૪ સંસ્થાના બાળકોને સાથે રાખી કુમાર શાહનો સેમિનાર યોજાયો હતો. ગુજરાતી મુળના કુમાર શાહે થોડા સમય પહેલા બરોડાથી લંડન બાઈક રાઈડીંગ કર્યું હતું. ખાસ કરીને સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. અમીત હાપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથો સાથ શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. સનસાઈન ગ્રૂપ ઓફ ઈન્સ્ટીટ્યુટનાં કેમ્પસ ડાયરેક્ટર વિકાસ અરોરાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે, સમયાંતરે વિદ્યાર્થીઓને લાભ મળે તે માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે તે માટે ગુજરાતી મુળના કુમાર શાહ કે જેઓએ બરોડા ટુ લંડન બાઈક રાઈડીંગ કર્યું છે. તેમનું મોટીવેશનલ સ્પીચ રાખવામાં આવી હતી. જેમાં અલગ અલગ ૧૪ જેટલી શૈક્ષણીક સંસ્થાઓ જોડાઈ હતી. કુમાર શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓની મુસાફરી ખુબ જ યાદગાર રહી ખરેખર જે તે જ્ગયા માટે પહોંચવા મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે પરંતુ મુશ્કેલીઓથી ડરી જવાથી ક્યારેય પણ કાર્ય સીદ્ધી નથી મળતી તેઓને ખાસ કરીને વેધરને લઈને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાથો સાથ ફુડને , રોડ આ પ્રકારની નાની નાની તકલીફો નો સામનો કરવો પડ્યો હતો. ખાસ તો તેઓની સૌથી શ્રેષ્ઠ મેમરીમાં હોય તો તે એ હતી કે તેએ ઘણા બધા મિત્રો બનાવ્યા. આમ તેઓની આ સફર રોમાંચક અને ચેલેજીંગ પણ હતી.