જીએસટી કાઉન્સીલની બેઠકમાં યોગ્ય નિર્ણય ન થાય તો વેપારીઓ અરૂણ જેટલીને રૂબરૂ  રજૂઆત કરશે

કેન્દ્ર સરકાર આગામી ૧લી જુલાઈથી જીએસટીની અમલવારી માટે પુરી તૈયારીઓ શરૂ કરી છે. તો બીજી તરફ જીએસટીમાં હજુ ઘણી ખામીઓ અને મુંઝવણો જોવા મળતી હોવાી વેપારીઓને મુશ્કેલી પડવાની ભીતિ છે. તેમાં પણ કાપડ ક્ષેત્ર ઉપર જીએસટી લાદવામાં આવતા કાપડના વેપારીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વેપારીઓનું કહેવું છે કે, કાપડ ઉપર અગાઉની જેમ જ કર લાદવામાં ન આવે જેી આ ક્ષેત્રનો પુરતો વિકાસ થાય અને લોકોને રોજગારી પણ મળી રહે. ગાર્મેન્ટ ક્ષેત્રે પણ વેરાકીય વિસંગતતા જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળે છે. આ રોષના કારણે આગામી સમયમાં વધુ પ્રશ્ર્નો સર્જાય તેવી પરિસ્થિતિ છે.

જીએસટીના વિરોધમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના કાપડના વેપારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને જીએસટીના કારણે ટેકસટાઈલ ઉદ્યોગને મરણતોલ ફટકો પડવાની દહેશત ફેલાઈ રહી છે. આ બાબતે સરકાર ગંભીર બનીને કોઈ યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. કાપડ ઉપર અત્યાર સુધી કોઈપણ જાતનો વેરો લેવામાં આવતો ન હતો પરંતુ હવે જીએસટી લાગુ વાના કારણે વેપારીઓને વાર્ષિક ૩૭ રીટર્ન ભરવા પડશે. જો વેપારી આંતરરાષ્ટ્રીય વેપાર કરતો હોય તો તેને વર્ષમાં ૧૨૧ રીટર્ન ભરવા પડશે.

આ તમામ દોડધામમાં ટેકસટાઈલ ઉદ્યોગને ફટકો પડવાની ભીતિ દેખાઈ રહી છે. હજુ આગામી સમયમાં પણ આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પુરેપુરી સંભાવના છે. જીએસટી બાબતે સરકારે પુરી તૈયારી પણ કરી ન હોવાી અમલવારી બાદ પણ વધુ પ્રશ્ર્નો સર્જાઈ શકે છે. આ પ્રશ્ર્નોના કારણે કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડશે. વધુમાં જીએસટી લાગુ વાી સરળતાી વેપાર કરતા વેપારીઓને પાકા હિસાબો, બીલ, ઓનલાઈન રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેન નંબર મેળવવા વગેરે જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ત્યારે કાપડ ઉદ્યોગને નુકશાનીી બચાવવા માટે જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બાબતે આગામી ૧૮મી જૂને જો જીએસટી કાઉન્સીલની બેઠકમાં યોગ્ય નિર્ણય કરવામાં ન આવ્યો તો ટેકસટાઈલ્સ એસો.ના આગેવાનો ૨૦ થી ૨૬ જૂન વચ્ચે દિલ્હી નાણામંત્રી અ‚ણ જેટલીને મળવા જશે અને રૂબરૂ રજૂઆત કરશે. આ હડતાલમાં રાજકોટ, અમરેલી, ગોંડલ સહિતના રેડીમેન્ટ-ગાર્મેન્ટ વેપારીઓ જોડાયા હતા અને જીએસટીનો વિરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.