આંબાવાડી ધરાવતા ખેડુતોમાં ચિંતા વધી
સોરઠા પંથકમાં બગડેલા વાતાવરણ અને અમુક જગ્યાએ થયેલ માવઠાના કારણે કેરીનો મોર ફૂટવાનો મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે અને નવેમ્બર માસમાં ફૂટેલા મોર પર હાલમાં ફ્લાવરિંગ અવસ્થા ચાલી રહી છે ત્યારે મોરને વ્યાપક નુકસાન થવાને ભીતી સાથે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.
મોટાભાગે નવેમ્બર માંસમા આંબા પર ફૂટેલા મોર પર ફ્લાવરિંગ થવાની શરૂઆત હોય છે ત્યારે જ છેલ્લા ત્રણ દિવસથી સોરઠ પંથકમાં સતત રહેતા વાદળિયાં વાતાવરણ અને અમુક જગ્યાએ થયેલા કમોસમી વરસાદ આ વખતે કેરીના મોરને વ્યાપક નુકસાન પહોંચાડે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ છે. જેના કારણે આંબાવાડિયા ધરાવતા ખેડૂતો માં ચિંતા વધી છે.
બીજી બાજુ મોર અને ફ્લાવરિંગના સમયમાં કમોસમી વરસાદ અને બગડતા હવામાનના કારણે આંબાના પાકમાં રોગ વધવાની ભીતિ પણ એટલી જ ભારોભાર હોય છે, અને વાદળછાયુ વાતાવરણ તથા કમોસમી વરસાદ પછી ભૂકિચારો જેવો રોગ લાગવાની પણ શક્યતાઓ વધતી હોવાથી ખેડૂતો અત્યારથી ચિંતાતુર બન્યા છે. કારણ કે આંબાના પાક માટે હાલનો જે સમય ચાલી રહ્યો છે. તે ખૂબ જ અગત્યનો અને મહત્વનો હોય છે. તેવા સમયે જ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ અને અમુક જગ્યાએ થયેલા કમોસમી વરસાદને કારણે આંબામાં મોર અને ફ્લાવરિંગના સમયે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે તેવી આંબાવાડીયાના ખેડૂતોમાં ચિંતાના વ્યાપી છે.
આ સાથે જૂનાગઢના કૃષિ વૈજ્ઞાનિકો અને બાગાયત નિષ્ણાતો દ્વારા આંબાવાડિયાના ખેડૂતોને જરૂરી કાળજી લેવા અપીલ કરાય છે. અને હાલના બગડેલા વાતાવરણ અને કમોસમી વરસાદમાં ખેડૂતોએ આંબાઓને પિયત આપવું ના જોઈએ એવી પણ અપીલ કરી છે. તે સાથે આંબાના પાકમાં કોઈ રોગ આવે તો નિષ્ણાંતોની સલાહ મુજબ જ દવાનો છંટકાવ કરવો જોઈએ તેવો અનુરોધ કર્યો છે.
દરમિયાન ઈન્ડો ઇઝરાયેલ એક્સ ફોર મેંગો સેન્ટર તાલાળાના બગાયત અધિકારી વિજયસિંહ એ ભૂકિછરા રોગના નિયંત્રણ માટે બગીચામાં નિયમિત અવલોકન કરવા ભલામણ કરી છે. તે સાથે જો ભૂકિછારા રોગ જણાય તો કાર્બન ડેઝિમ પ્લસ, મેંકોઝેબ, હેકઝાકોનાજોલ, 5 ટકા અથવા થાયોફ્રીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યુ સલ્ફર 1000 લિટર પાણીમાં એક કિલો છંટકાવ કરવો તેમજ મધિઓ, થ્રી સ્ટ, મગીયાની ઇયળનો ઉપયોગ જણાય તો પ્રિયાનો સાઈપર 40 પ્લસ 4 ઇસી 1 લિટર પ્રતિ 1000 લીટર પાણી મુજબ છંટકાવ કરવાની પણ ભલામણ કરી છે.
ધાણા-ચણા-જીરૂના પાકને થશે નુકશાન
સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી બગડેલા વાતાવરણ અને કમોસમી વરસાદ થતા ધાણા, ચણા જીરુ, ઘઉં, કપાસ અને કરી સહિતના પાકને પણ નુકસાની થવાની વિધિ સર્જાઈ છે. બુધવારે તાલાળા પંથકમાં કમોસમી વરસાદ થયા બાદ ગઈકાલે વંથલી અને કેશોદ પંથકમાં થયેલા છુટા છવાયા કમોસમી વરસાદના જાપટાના કારણે ધાણા, જીરૂ, ઘઉં, કપાસ અને ખાસ કરીને કેરી સહિતના પાકને ભારે નુકસાની જવાની સંભાવના હોય ખેડૂતો હાલમાં ચિંતામગ્ન બન્યા છે.