ઓસેલ્ટામીવીર’દવાનો વધતો જતો ઉપાડ સ્ટોકની અછત સર્જશે તથા રોગપ્રતિકારક શકિત સામે ખતરાની ઘંટી !

ગુજરાત સરકારી ‘એની ફલુ, ટમી ફલુ’ સુત્ર આપ્યું છે. ત્યારે તેની સામે ખાનગી કેમીસ્ટને હજુ પુરતી ઉપલબ્ધ નથી તથા આ દવાનો ડોઝ  માટે તેઓ વ્યકત કરી રહ્યા છે.

ઓસેલ્ટામીવીર દવાનો ઉ૫યોગ આ સ્લોગનના કારણે વધી રહ્યો છે. તે જોતા તેનો સ્ટોક અછત સર્જે તેવું લાગી રહ્યું છે.

ટેમી ફલુ અને ફલુવીરના નામથી વિવિધ બ્રાન્ડની આ દવા ભલે ‘જેનેરેક મેડીકલ સ્ટોર્સ’ માં સીવીલ હોસ્પિટલ ખાતે ઓછા દરે ઉ૫લબ્ધ કરાવવામાં આવી રહી છે.

ગુ‚વારે સી.એમ. ‚પાણી દ્વારા સીવીલ હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી. રાજયમાં સ્વાઇન ફલુના કારણે ૨૪૨ ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમજ અત્યાર સુધીમાં ૨૫૦૦ કેસ પોઝેટીવ નોંધવામાં આવ્યા છે. સીએમ દ્વારા ‘એની ફલુ, ટમી ફલુ’ સુત્ર આપીને ડોકટરને સત્વરે સારવાર કરવા માટે પ્રેરવામાં આવ્યા છે. ત્યારબાદ આ દવાની માંગ એકાએક વધી જવા પામી છે.

આ ઘટના સામે ખાનગી મેડીકલ સ્ટોર્સ કે જે સીવીલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા છે. છતાં ઓસેલ્ટામીવીર દવા હજુ પણ પ્રર્યાપ્ત નથી. તેમ જણાવે છે તથા આ દવા માત્ર સીવીલના ટ્રોમા સેન્ટરમાં જ ઉપલબ્ધ છે. તેમજ આ સ્ટોર્સ દ્વારા પણ દવા દર્દીઓને નિ:શુલ્ક મળી રહે તે માટે અન્ય હોસ્પિટલો કે કલીનકને ઉ૫લબ્ધ કરાવવામાં આવી રહી નથી. મોટા પ્રમાણમાં સ્વાઇન ફલુના વધી રહેલા કેસોની સારવાર સરકાર દ્વારા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે તેના હજુ પણ ટેસ્ટ અને ડાયગ્નોસિસ ના આધારે જ કરાવવામાં આવે છે તેના ભાવ જેનેરેકમાં ૧૦ ઓસેલ્ટામીવીર ટેબ્લેટની કેપ્સુલ ‚ા ૩૭૦ માં મળે છે. જયારે ખાનગી સ્ટોરમાં ૧૦૦ ‚ા ઉચા ભાવે મળી રહી છે. આ તમામ વચ્ચે જો આ ડોઝ હાઇ ડોઝ હોય તે પણ ચિંતાનો વિષય છે. તેનાથી હાલ તો સ્વાઇન ફલુ પર કાબુ મળી જશે પરંતુ ભવિષ્યમાં લોકોની રોગ પ્રતિકારક શકિત માટે ઓછા ડોઝ કામે લાગશે ખરા ? એવું સૂત્રો દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.