વિશ્વભરમાં અત્યારે ગ્લોબલ વોર્મિંગ પરિસ્થિતિ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આ સદીના અંત સુધીમાં હિમાલય અને હિન્દુકુશની પર્વતમાળાનો ત્રીજાભાગનો બરફ ઓગળીને દરીયામાં રહી જશે.ચીન અને ભારતએ આની અસર માટે તૈયારા રહેવા નિષ્ણાંતોએ ચેતવણી ઉચ્ચારી છે.
હિમાલય અને હિન્દકુશની પર્વતમાળા ઉપર વિશાળ હિમ શીલાઓમાં રહેલા બરફ હવે ધીરેધીરે પીગળવાની રફતાર વધારી રહ્યું છે.વિશ્વમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગના ભયના કારણે એક અહેવાલમાં વૈજ્ઞાનિક ફિલિપ્સ વેફટલે ભય વ્યકત કર્યો છે.
વિશ્ર્વના ૨૧૦થી વધુ વધુ વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સર્વેમં હિમાલય અને હિન્દકુશના ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગની ભયાનક પરિસ્થિતિ દેખાવવા લાગી છે. આ સદીના અંત સુધીમાં જ હિમાલયના ત્રીજા ભાગનો બરફ ઓગળી જશે.પેરિસ ખાતે ૨૦૧૫મા યોજાયેલી વિશ્ર્વ ગ્લોબલ વોર્મિંગમાં વિશ્ર્વને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ અંગે ચેતવ્યા હતા.
હિન્દકુશની પર્વતમાળામાં બરફ ઓગળવાની ઝડપ જો આને આ રહેશે તો આ સદીના અંત સુધીમાંજ ત્રીજા ભાગનો બરફ ઓગળી જશે.૧૯૭૦માં હિન્દકુશ અને હિમાલયમાંરહેલા બરફનો દોઢ મીટરનો થર ઓગળવાનું શ‚ થયું હતુ જો આવી જ રીતે તબરફ ઓગળવાનું શ‚ રહેશે તો વિશ્ર્વનો ત્રીજા ભાગનો બરફ ઓગળી જશે.
હિમાલયનો આ બરફ ઉર્જાનું ઉત્પાદન પેટ્રોલ ડીઝલના વપરાશ અને ગ્રીન હાઉસ ગેસના કારણે વધી રહેલી ગરમીનાં કારણે થઈ રહ્યો છે. ગણતરી મુજબનો બરફ ઓગળી જશે તો મોટી નદીઓમાં આવનારા ઘોડાપૂર કરોડો લોકોને સાફ કરી દેશે.દરિયાની સપાટી ઉંચે આવતા લાખો વર્ગ કિલોમીટર જમીન ડુબી જશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરીસ સમિટમા જે ભય વ્યકત કર્યો હતો. તેની અસરો દેખાવા લાગી છે. હિમાલયને આગળ અટકાવવામાં નહિ આવે તો અડધી દુનિયા ડુબી જશે.