વાઈરસ જન્ય કોરોના રોગ હજુ પૂરેપૂરો ઓળખાયો નથી. રોગની લાક્ષણિકતા તેના ગુણધર્મ અને તસ્વીર અંગે હજુ પૂરું સંશોધન થયું નથી. કોરોના કેવી રીતે ફેલાય છે ?? પદ્ધતિ શું છે ?? જેવા અનેક સવાલો હજુ સંશોધનનો વિષય છે ત્યારે આ મહામારી પશુ-પ્રાણીઓ દ્વારા ફેલાય છે કે કેમ ?? તેની ચર્ચાએ તાજેતરમાં હૈદરાબાદમાં સિંહોમાં કોરોના પોઝિટિવ આવતા ઝોર પકડ્યું છે.
દહેશત થઇ છે કે માણસ માણસથી ફેલાતો આ વાઇરસ હવે પ્રાણીઓના માધ્યમથી પણ ફેલાવા લાગ્યો છે કે કેમ તેની વિમાસણ વચ્ચે આજે નીતિ આયોગના સભ્યો વી.કે.પોલે જણાવ્યું હતું કે તાજેતરમાં આવેલા સંશોધન અહેવાલમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોવિડ- કોરોના માણસ-માણસ વચ્ચેના સંક્રમણથી ફેલાતું વાયરસ છે. પશુઓથી ફેલાતું વાયરસ નથી. આથી આવા ડરથી દૂર રહો. પણ તેમ છતાં સાવચેતી રાખવી અનિવાર્ય છે.