ડેન્ગ્યુથી બચવા માટે પાણીના ખુલ્લા વધારા પાત્ર ન ભરો અને મચ્છરદાનીમાં સુવાનું રાખો
આપણા શરીર માટે જાગૃત રહો બેદરકારી ન દાખવો: ડો. આશિષ પટેલ
‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે ?? માં વૈદ્યસભાના ડો. આશિષ પટેલ અને ડો. પુલકિત બક્ષી દ્વારા ડેન્ગ્યુથી બચાવવા માટે અને ચોમાસા ઋતુમાં પાણી જન્ય રોગ માટે શું ઘ્યાન રાખવું તે વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેનો સંક્ષિપ્તઅહેવાલ અહીં રજુ કર્યો છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુ થવાના કારણો કયાં હોય શકે છે?
જવાબ:- ડેન્ગ્યુ થવાના મુખ્ય કારણ મચ્છર જ છે મચ્છર ના કરડવાથી ડેન્ગ્યુના વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુના લક્ષ્મણ શું શું છે?
જવાબ:- તાવ, નબળાઇ, ચામડીમાં લાલ ચાંદા, બ્લડ પ્રેસર જેવા લક્ષણ જોવા મળે છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુમાં બ્લડ ટેસ્ટ કરવો જરૂરી છે?
જવાબ:- વાયરસ ઇન્ફેકશન છે એટલે ડેન્ગ્યુ માટે બ્લડ ટેસ્ટ ખુબ જ જરુરી છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુમાં બ્લડ ટેસ્ટમાં કયા સિનટનસ દેખાય છે.
જવાબ:- ડેન્ગ્યુ માટે તેમનો અલગ ટેસ્ટ છે. તેના પરથી નકકી થાય છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુના દર્દીને પ્લેટનેટ કાઉન્ટ ઘટડીને કયાં સુધી નીચે જાય છે
જવાબ:- દોઢ લાખથી સાડા ત્રણ લાખ લોહીના કાઉન્ટ રેબ તે ઘટવાથી વ્યકિતના શરીરમાં ઘણી તકલીફ ઉભી થાય છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુના દર્દીને રકતકણ વધારા ઘરગથ્થુ ઉપાય કરતાં હોય છે તો કેટલા યોગ્ય છે.
જવાબ:- વ્યકિત પોતાની રીતે કોઇ દિવસ કોઇ નુસકો ન અપનાવો ડોકટરની સલાહ લઇને ઘરગથ્થુ ઉપાય કરવા જોઇએ
પ્રશ્ન:- ડેન્ગ્યુના દર્દીને આર્યુર્વેદમાં કયા કયા ઉપાય છે.
જવાબ:- ડેન્ગ્યુમાં ખાસ કરી આરામ કરવો તેમજ ટોટલ ડાયટચાર્ટ પ્રમાણે આહાર લે પૈપયાના પાનની ટેબલેટ પણ મળે છે. તે ખાસ લેવામાં આવે છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુએ છેલ્લા પાંચ વર્ષથી દેખાય છે તો તેનો ઇતિહાસ શું છે.
જવાબ:- ડેન્ગ્યુએ બહુ જુનો રોગ છે. પરંતુ કેટલા વર્ષોથી તે કોઇને દેખાતો ન હતો હમણા છેલ્લા પાંચ સાત વર્ષથી આ મચ્છરજન્ય રોગ પાછો દેખાયો છે.
પ્રશ્ન:- ચોમાસા ઋતુમાં મહાનગરપાલિકા દ્વારા પાણીજન્ય રોગ માટેથી જુદા જુદા પ્રયાસ કરાય દવા છંટકાવાય તો તેનાથી ડેન્ગ્યુ કાબૂમાં આવી શકે.
જવાબ:- મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા કાર્ય બહુ જ સારુ છે ડેન્ગ્યુએ કોઇપણ વધારાનું અને ખુલ્લુ પાણી ભર્યુ હોય તેમાં આ મચ્છર થાય, અને તેને લીધે ડેન્ગ્યુ રોગ થાય છે. એટલે મહાનગરપાલિકા ખુલ્લા અને વધારા પાણીના પાત્ર ભરવાની મનાઇ કરે છે. અને ટાંકામાં દવા છંટકાવ કરે છે..
પ્રશ્ન:- કેટલા કિસ્સા ડેન્ગ્યુ જીવલેણ બને છે તેના કયાં કારણો હોય છે.
જવાબ:- દરેક વ્યકિતમાં રોગ પ્રતિકાર શકિત અલગ અલગ છે ડેન્ગ્યુ એ રકતકણોને ડાઉન કરી છે તેને કારણે જો વધારે ડાઉન થાય ત્યારે વ્યકિતના જીવ પણ જોખમમાં મુકાય જાય છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુથી બચવા શું કરવું.
જવાબ:- વધારાનું પાણી કયાં ભરી ના રાખવું જોઇએ મચ્છર દાનીમાં જ સુવાનું રાખો, રોટ પ્રતિકાર શકિત વધે તેવું ઘ્યાન રાખવુ, હળવો ખોરાક લેવો, ફળનો આહાર, પાણી ઉકાળેલું પીવું, પૂરતુ ઉંઘ કરવી, કસરત કરવી તેનાથી ડેન્ગ્યુની બચી શકીયે છે.
પ્રશ્ન:- જીમમાં કસરત કરવી બોડી બનાવી તો રોગ પ્રતિકાર શકિતમાં વધારો થાય છે.
જવાબ:- જીમમાં કસરત કરવાથી શરીર નબળુ પડે એટલા માટે કરસતની સાથે સાથે આહાર વિહારનો ઘ્યાન રાખવું જરુરી બને છે.
પ્રશ્ન:- ડેન્ગ્યુના દર્દીને ડેન્ગ્યુ રોગમાંથી સરખુ થાય પછી પણ લક્ષણ નબળાઇ જ દેખાય છે.
જવાબ:- આયુર્વેદમાં પાંચ વસ્તુ છે આનુ પાલન કરીયે તો રોગથી બચી શકીયે છીએ પોષ્ટીક આહાર લેવો, તેમ જ ખાસ કરી ખોરાકની માત્રા અને પ્રમાણ એટલે ભુખ કરતાં રપ ટકા ઓછું જમવું, પાણીની માત્રા શરીર માટે વધારે જરુરી છે. તેમજ કસરત અને ઉંઘએ મહત્વ ભાગ લે છે તેમજ હકારત્મક વિચારણસરણી જો આ પાંચ વસ્તુ ઘ્યાન રાખી એટલે રોગ પ્રતિકારક શકિતથી વધારી શકીયે છીએ.