• રાજકોટ અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પૂલ, હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને મળી આંસુ લુછ્યા: રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો
  • રાજ્યભરના કોંગી નેતાઓ-કાર્યકરોના અમદાવાદમાં ધામા
  • લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા બાદ આજે પ્રથમવાર કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

ભાજપ અને તેઓની ભગીની સંસ્થા દ્વારા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવેલા પથ્થર મારમાં ઘવાયેલા કોંગ્રેસના કાર્યકરોને આજે રાહુલ ગાંધી હોસ્પિટલમાં થઇને રૂબરૂ મળ્યા હતા. તેઓની પીઠ થબથબાવી “ડરો મત લડો” સુત્ર આવ્યું હતું. રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના અમદાવાદમાં ધામા છે.

સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભાજપના કાર્યકરો અને અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અમદાવાદમાં પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અનેક કાર્યકરો ઘાયલ થયા છે. જે હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોનો જુસ્સો વધારવા તથા પક્ષ પ્રત્યેની તેઓની કામગીરીને બિરદાવવા માટે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

બપોરે તેઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સીધા જ વાસણા પોલીસ મથકે પહોંચી ગયા હતા. અહીં પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગી કાર્યકરોને મળી તેઓની હિંમતને બિરદાવી પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કદર કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો જોગ સંબોધન કર્યું હતું. તેઓ પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસના પરિવારજનોને મળ્યા હતા. ત્યારબાદ બપોરે તેઓ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં હોમાય ગયેલા હતભાગીઓના પરિવારજનો, મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં હતભાગીઓના પરિવારજનોને, વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટનાના ડુબીને મોતને ભેટેલા હતભાગીઓના પરિવારજનોને અને સુરતમાં તક્ષશીલા અગ્નિકાંડમાં ભષ્મી ભૂત થઇ ગયેલા હતભાગીઓના પરિવારજનોને મળ્યા હતા. તેઓની વેદના સાંભળી હતી અને આંસુ લુછ્યા હતા.

ગુજરાતની ભાજપ સરકાર પર તેઓએ આકરા પ્રહાર કર્યા હતા.

રાજ્ય સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.