ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ગુરુવારે કહ્યું કે, યુઝર્સના ડેટા સિક્રેસી વિશે મારી કંપનીની ભૂલ થઈ છે. કોઈના પર્સનલ ડેટાનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. અંદાજે 5 કરોડ ફેસબુક યુઝર્સના ડેટા ચોરી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દુરઉપયોગ કરવાના ખુલાસા પછી અમેરિકાના રાજકારણમાં શરૂ થયેલો હોબાળો હવે ભારત સુધી પહોંચ્યો છે. કાયદા મંત્રી રવિશંકરપ્રસાદે આરોપ લગાવ્યો છે કે, 2019ની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ડેટા ચોરીની આરોપી રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિકાની મદદ લઈ રહી છે.ભારતમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ છે. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન સહન કરી લેવામાં નહીં આવે. જરૂર પડશે તો ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની પણ મદદ લેવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com