ભારતમાં વ્રત અને તેહવારો માટે પ્રખ્યાત છે. હિન્દુ સ્ત્રી માટે વ્રત સૌથી વધારે મહત્વ હોય છે,મોરા વ્રત, જયા પાર્વતિ, ફૂલકાજરી અને કેવડા ત્રીજ સ્ત્રીઓ પ્રિય વ્રત માનવમાં આવે છે. આ વ્રત ભાદરવામાં માસના શુક્લ પક્ષના ત્રિજના હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને શોભાગ્ય આપવા અને તેમના શોભાગ્યની રક્ષા કરનારું છે.
શા માટે સ્ત્રીઓનુ પ્રિય વ્રત છે
દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતિની શાસ્ત્રના અનુશાર વિધિ કરવામાં આવે છે, આ દિવસે મહાદેવને કેવડો ચડવામાં આવે છે સાથે જળ દૂધ ચડાવીને પુજા વિધિ કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતિનિ પુજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા શાંભળે છે. ઘરને સુંદર રીતે શણગારવામાં છે. આખો દિવસ નકરડો ઉપવાસ કરે છે વારાંવાર કેવડો સૂંઘી શિવનું સ્મરણ કરે છે.
વ્રત કરનારી સ્ત્રીઓ પોતાના પતિ માટે અખંડ શોભાગ્યવતીનિ પ્રાથના કરે છે. રાત્રે પણ નિર્જળ રહે છે વહેલી સવારે સ્નાન-પુજા કરી સૂર્યદય પછી પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કૂવારી છોકરીઓ આ વ્રત દ્વારા માંગે છે કે તેમના ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય.
ત્રીજના એક દિવસ ફેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથમાં મેહંદી મૂકે છે સાથે શ્રીંગર કરે છે અને આ વ્રતના દિવસે મધુર ગીતો ગાય છે જે ગુણયુક્તે અને મુખ્ય રીતે પતિ, સાસરિયાં અને પિયરથી શંધિત હોય છે સાથે આ ગીત વર્ષા સંબધી પણ હોય છે.