દોડભાગ ભરેલુ જીવન, નોકરીમાં માનસિક તણાવ જેવી સમસ્યાઓની વચ્ચે ક્યારે શરીરમાં ચરબી બનાવ લાગે તેનો ખ્યાલ રહેતો નથી. અનેક સ્ત્રીઓ પ્રેગનન્સી બાદ જાડી થઇ જાતી હોય છે, જેમને મોર્નિગ વોક, મેડિટેશન, અથવા જીમ જવાનો સમય રહેતો નથી તેમ છતા તેઓ પણ આ એક્સરસાઇઝથી ચરબીથી છુટકારો મેળવી શકો છો.
– વેઇટ લિફ્ટ : વેઇટ લિફ્ટિંગ કરવાથી અંડર આર્મ તેમજ બગલની ચરબી ગાયબ થશે તેમજ શોલ્ડર પણ સ્ટ્રેટ થશે.
– પુશઅપ કરો : જો તમે જીમ જાશો તો પણ ટ્રેનર તમને અંડર આર્મની આસપાસ ચરબી ઓછી કરવા પુશઅપ કરવાનું કહે છે.
– દોરડા કુદવા : આ સૌથી સહેલું છે. બાળકો મોટાભાગે રમત-રમતમાં આ એક્સરસાઇઝ કરતા હોય છે. પરંતુ તેના અનેક ફાયદાઓ છે એક તો વજન ઘટાડવામાં મદદ‚પ થાય છે અને બીજુ બોડી મસલ્સ સ્ટ્રેચ થાય છે.
– એક્સરસાઇઝ બોલ : એક્સરસાઇઝ બોલથી તમારી ભુજાઓ, પેટ અને બેકના મસલ્સ સારા થાય છે. ૨૦ મિનિટની એક્સસરસાઇઝ તમને ફિટ એન્ડ ફાઇન રાખે છે. બસ આ માટે જમીન પર મેટ પાથરો અને ઘુંટણના બળે બેસી જાવ અને હાથની મુઠ્ઠી બનાવો એને એક્સસરસાઇઝ બોલ પર ટકાવો, બોલ પર શરીરનું સંતુલન બનાવવા માટે મુઠ્ઠીનો ઉપયોગ કરો અને ધીર-ધીરે શરીરને આગળ ધકેલો. તેમાં ૩ સેટ લગાવો દરેક સેટ પછી એક મિનિટનો બ્રેક લો.