પુત્રીનો કબજો મેળવવા પિતાએ કોર્ટ સમક્ષ જણાવ્યું મારી પાસે સહિતની સુવિધાઓ છે: માતાનો જવાબ મારી પાસે માતૃત્વ છે
વિતેલા જમાનાની બોલીવુડ ફિલ્મ દિવારના ડાયલોગ્ઝ ‘મેરે પાસ ગાડી હૈ… બંગલા હૈ… તુમ્હારે પાસ કયાં હૈ…’ જેના પ્રત્યુત્તરમાં શશીકપુર કહે છે ‘મેરા પાસ માં હૈ…’ની જેમ જ અમદાવાદની ફેમીલી કોર્ટમાં એક પુત્રીનો કબજો મેળવવા માતા-પિતા વચ્ચે ચાલતા કાનૂની જંગમાં પિતાએ પોતાની ધન-દોલતના પુરાવા આપી પુત્રીની કસ્ટડી સોંપવા માંગ કરતા સામે પક્ષે માતા દ્વારા પોતાની પાસે મિલકતી પણ અદકે‚ મહત્વ ધરાવતું માતૃત્વ હોવાનો જવાબ રજૂ કર્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદના એક દંપતિના દાંપત્ય જીવનમાં ખટરાગ સર્જાતા ૬ વર્ષનું લગ્નજીવન ભાંગી પડયું છે અને છેલ્લા એક વર્ષી પતિ-પત્ની અલગ પડી ગયા છે. ૨૬ વર્ષીય સુનિલ પોતાની ૨૫ વર્ષીય માહિતી અલગ થઈ ગયો છે અને પોતાની ત્રણ વર્ષની પુત્રી ખુશીનો કબજો મેળવવા માટે અમદાવાદની ફેમીલી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
આ ચકચારી કેસમાં પુત્રી ખુશીનો કબજો મેળવવા માટે કારણો રજૂ કરી પિતા સુનિલે જણાવ્યું કે, મારી પાસે ૮ બેડરૂમનો બંગલો છે, ગાડી છે, નોકર-ચાકર છે, પાલતુ પ્રાણીઓ છે જેથી કરી હું મારી પુત્રીની સારી સાર-સંભાળ લઈ શકુ તેમ છું જેની સામે તેની પત્ની માહિ પાસે ફકત બે બેડરૂમનું જ મકાન હોય ભૌતિક સુખ-સુવિધા જોતા પુત્રીના સારા ભવિષ્ય માટે કબજો મને મળવો જોઈએ.
બીજી તરફ અદાલત સમક્ષ માતાએ પુત્રીની સાર સંભાળ યોગ્ય રીતે લેવામાં આવતી હોવાનું જણાવી પિતાની મિલકતની તુલનાએ પોતાનું માતૃત્વ અને બાળ ઉછેરમાં માતાની ભુમિકા કેટલી મહત્વની હોય તે જણાવી પુત્રી ખુશીનો કબજો પોતાની પાસે જ રાખવા માટે અરજ કરી હતી. હવે આ ફિલ્મી સ્ટોરી જેવા કિસ્સામાં અદાલત શું નિર્ણય લે છે તે જોવું રહ્યું છે.