કલ્યાણપુરના માળી ગામે પિતા-પુત્રની અર્થી ઉઠતા ગ્રામજનો હિબકે ચડયાં: ગઢવી સમાજમાં શોકનું મોજું

કલ્યાણપુર તાલુકાના માળી ગામે ગઢવી પરિવારના  યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યા બાદ તેમના પિતાએ પણ આ જ માર્ગે જઈ અને પોતાના હાથે ઝેરી ટીકડા ગળી લેતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું .

આ બંને પિતા – પુત્રની  નીકળેલી અંતિમયાત્રાથી ભારે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા વધુ વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા દેવાણંદભાઈ ઓઘડભાઈ જામ નામના 26 વર્ષના ગઢવી યુવાને  ઝેરી ટીકડા ખાઈ લેતા તેને ગંભીર હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવ્યા હતા . જ્યાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.આ યુવાનના મૃતદેહને માળી ગામે લઈ જવામાં આવતા તેના 60 વર્ષીય પિતા ઓઘળભાઈ લખમણભાઈ જામને  લાગી આવતા તેમણે પણ પુત્રના માર્ગ  ઝેરી ટીકડા ખાઈ લીધા હતા .  જ્યાં તેમનું  સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું .

વયોવૃદ્ધ ઓઘડભાઈ તથા  યુવાન પુત્ર દેવાણંદ જામ દ્વારા આપઘાત કરી લેવામાં આવતા માળી ગામના જામ પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી . એક જ પરિવારના પિતા – પુત્રની બે અર્થીઓ એક સાથે નીકળતા માળી ગામ સાથે સમગ્ર ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે .  અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ ગ્રામજનો જોડાયા હતા .

મૃતક દેવાણંદભાઈ તથા તેમના પિતાને મિત્ર જેવો વ્યવહાર હતો . જેથી પુત્રનું મૃત્યુ ના જોઈ શકતા પિતાએ પણ પગલું ભર્યુ છે. આ બનાવની નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.