વિજ્ઞાન જાથાનો 1190 મો સફળ પર્દાફાશ

નડીયાદના સલૂણ ગામના દિવ્ય દયાધામ કેથોલીક ચર્ચમાં કેટલાક વર્ષથી પ્રાર્થના, આશીર્વાદના નામે અસાઘ્ય રોગ, દુ:ખ-દર્દ, બિમારી સાથે જોવાની ફાધરની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનની મદદથી 1190 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ફાધર એમ્બ્રોસે માફી માંગી લીધી હતી. ચર્ચની પ્રલોભન પ્રવૃતિની સરકારને જાણકારી આપવાનું જાથાએ નકકી કયુૃ છે.

બનાવની વિગત પ્રમાણે અમદાવાદના ક્રિશ્ર્ચનયને જાથાને માહીતી આપી હતી કે, નડીયાદની બાજુમાં સલુણ ગામમાં કેથોલિક ચર્ચમાં ઘણા સમયથી પ્રાર્થના આશીર્વાદના નામે રોગ ઉપચાર સાથે જોવાની કામગીરી કરવામાં આવે છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ માહીતીના આધારે કાર્યકરને દર્દી બની મોકલેલ અને પીડીત દર્દીને મોકલતા સમગ્ર હકિકત સત્ય સાબિત થઇ હતી. ડાકોરના ટીબી દર્દીને દૂરથી આશીર્વાદ આપી રોગમુકતની ભ્રમણા ઉભી કરી હતી.

08 1

જાથાના પંડયાએ સલુણ ગામમાં ચર્ચમાં સવારથી વોચ મુકી દીધી હતી. ફાધર એમ્બ્રોસની ગતિવિધિ ઉપર માણસો મુકી દીધા હતા. ચર્ચની બહાર ખાનગી એમ્બ્યુલન્સ ગોઠવી દીધી હતી. સવારમાં આવેલ દર્દીઓને આશીર્વાદના ઉપચાર કરી મોકલી દીધા હતા દુ:ખી લોકોને આવ-જા જોવા મળી હતી.ફાધર-પાદરી એમ્બ્રોસ અચાનક વેવિશાળમાં આશીર્વાદ દેવા નીકળી ગયા. જાથાને ત્રણ કલાકની રાહ જોવડાવી હતી. બાદ સલુણ ગામમાં જાથા-પોલીસ પહોંચી ગઇ.ુ

જાથાના જયંત પંડયાએ ફાધર-પાદરી એમ્બ્રોસને પરિચય આપી પ્રાર્થના આશીર્વાદથી રોગ મટાડવાની પ્રવૃતિ બંધ કરાવવા આવ્યા છીએ., મેડીકલ લાયસન્સની માંગણી કરી હતી. પરિસ્થિતિ પામી જઇ ફાધરે શરણાગતિ સ્વીકારી લીધી હતી. રાબેતા મુજબ જવાબમાં અમે ચર્ચમાં કશું જ કરતા નથી. આશીર્વાદ આપીએ છીએ. ડોકટર પાસે જવાની સલાહ પણ આપીએ છીએ જાથાએ પુરાવા આપતા રોગ મટાડવા માટે આવેલા બહાર ઉભા રાખ્યા છે. કેવી રીતે આશીર્વાદ મંત્ર જેવું કાંઇક બોલો છો તે વિડીયોમાં કેદ છે.  જાથાને ઘુંટણીયે પડી કાયમી પ્રાર્થના આશીર્વાદથી રોગ મટાડવાની પ્રવૃતિ બંધની જાહેરાત કરી દીધું.

વિજ્ઞાન જાથાએ 1190 મો સફળ પર્દાફાશમાં જાથાના કાર્યકરો ઉમેશ રાવ:, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, બગોદરાના ભરતભાઇ પ્રજાપતિ, અંબારામભાઇ દેવશીભાઇ, પી.એસ.આઇ. એચ.આર. પ્રજાપતિ હેડ કોન્સ્ટે. વનરાજસિંહ જામુભા જિલ્લા કંટ્રોલ પ્રસશનીય કામગીરી કરી હતી. જાથાએ અભિનંદન પાઠવ્યા હતા.

અંતમાં રાજય ઉપરાંત ખેડા આણંદ જીલ્લામાં દોરા-ધાગા, મંત્ર-તંત્ર જયોતિષ કે ભ્રમમાં નાખી છેતરપીડી કરનારાની માહીતી મો. નં. 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.