કોઈ પણ વાત કહેવી હોય અથવા લાગણીઓ શેર કરવી હોય તો હંમેશા માતાની યાદ આવે છે. દરેક બાળક માતા સાથે પિતા કરતા વધુ આરામદાયક મહસૂસ કરે છે. પરંતુ જ્યારે પિતાની વાત આવે છે ત્યારે આ કંફર્ટ જોન ક્યાંક ગુમ થઈ જાય છે. આવા કિસ્સા આપણે ઘણી જગ્યા પર જોવા મળે છે. જાણીયે તેની પાછળના મહત્વના કારણો

વાતચિતનું અંતર

મોટા ભાગના કેસમાં અને તેમાં પણ પિતા-પુત્ર વચ્ચે વાતચીત બાબતે અંતર જોવા મળે છે. સંતાન તેના હૃદયની વાત તેના પિતા સમક્ષ નથી કરી શકતો અને પાછી એકબીજા પ્રત્યે ગેરસમજ ઉભી થાય છે. જેના કારણે સંબંધો પર નકારાત્મક અસર પડે છે. આજે ફાધર્સ ડે નિમિતે જો તમારા અને તમારા પિતા વચ્ચે કોઈ બાબતને લઈને તણાવ હોય તો તે વાત કરીને તેનો ઉકેલ લાવો.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

જેમ જેમ માતાપિતાની ઉંમર વધતી જાય તેમ તેનું સ્વાસ્થ્ય નબળું પડતું જાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ પુત્ર તેના પેરેન્ટ્સનો પડ્યો બોલ જીલે તો તેનો પ્રભાવ બહુ અલગ પડે. આવી નાની નાની બાબતને લઈને જ સબંધ મજબૂત બને છે.

લાગણીઓની સંભાળ રાખો

જો તમને કોઈ બાબતમાં તમારા પિતા સાથે મતભેદ છે. ત્યારે તમે પુરી માહિતી સમજો. જો બને તો તમારા પિતાની દર્ષ્ટિથી વિચારવાની કોશિષ કરો. આમ કરવાથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તમે તમારા પિતાને સહેલાયથી અને ખુબ સારી રીતે સમજી શકશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.