શ્રાવણી તેરસ, ચોદશ, અમાસ પિતૃને પીપડાના વૃક્ષને પાણી આપીને કરે છે તૃપ્ત
પવિત્ર શ્રાવણ માસના અંત સમયે અષટલે શ્રાવણમાસ ને તેરસ અને ચૌદશ અને અમાસના દિવસે પૌરાણીક પીપળાના વૃક્ષને પિતૃઓને મહિલાઓ દ્વારા પાણી પીવાનું અનેરૂ મહાત્મ્ય છે. પિતૃને પીપળે પાણી રેડીને પિતૃની તૃષ્ણા પ્રાપ્તી કરવામાં આવે છે.
અમાસનું મહત્વ હિન્દુ ધર્મમાં પિતૃ પૂજા માટે ઘણું મહત્વ હોવાથી ભાદરવી અભાસ તિથિના દેવતા પિતૃ છે. ભાદરવા અમાસને શ્રાવણની અમાસ પણ કહેવામાં આવે છે. આ અમાસ સર્વપિતૃના પૂજન એટલે જેમાં પિતૃની તિથીની ખબરના હોય તેમના માટે આ દિવસે પીપળે પાણી રેડીને પિતૃને તૃપ્ત કરવામા આવે છે.પિતૃ મોક્ષાર્થે આ દિવસે પિતૃકાર્ય કરવામાં પણ આવે છે. આ દિવસોને આરાવાર દિવસ પણ કહેવામાં આવે છે.
શનિવારે શ્રાવણ મહિનાની શનિવારી અમાસ સાથે શિવયોગનો શુભસંગમ થશે આ વર્ષે શ્રાવણ મહિનાની અમાસનાં શનિવાર છે અને શિવયોગછે . આથી શ્રાવણ મહિનામાં અમાસ અનેશિવયોગનો ત્રિવેણી સંગમ રચાશે . આ દિવસ શિવપુજા , પિતૃપુજા અને શનિદેવની પુજા ઉપાસના માટે ઉત્તમ દિવસ ગણાશે .
આરાવારામાં પિતૃઓને પીપળેપાણી પાવાનું મહત્વછે.આદિવસ પિતૃઓનેપીપળેપાણી રેડવું , ગાગર અથવા લોટામાં પાણી , દુધ , કાળા તલ મિકસ કરી અને પીપળે ૐ સર્વપિતૃભ્યો નમહ: બોલતા બોલતાપિતૃઓને પીપળેપાણી રેડવું . પિતૃઓને મોક્ષ ગતિ મળશે અને સાથે પીપળાની ચારપ્રદક્ષિણા ફરવી.તા.27- નાંદિવસે શનિવારી અમાસ શિવયોગ સાથે શ્રાવણ મહિનાનું સમાપન થશે . આ દિવસ પણ પુજા , પાઠ , તપ – જાપ તર્પણ માટે ઉત્તમ દિવસ છે . આ દિવસે શનિદેવ , હનુમાનજી , મહાદેવ અને પિતૃ ઉપાસના માટે ઉત્તમ દિવસ છે . આ દિવસે શનિવારે મહાદેવજીને દુધમાં કાળા તલ સાકરનો ભુકકો પધરાવી ચડાવવ ુંત્યાર બાદ ચોખ્ખુ પાણી રેડવું શુભ ફળદાયક રહેશે . શનિદેવની પુજાકરવી , હનુમાન ચાલીસાનાં પાઠકરવા.પગરખા , અળદ , કાળી છત્રીનું દાન દેવું , બ્લ્યુ વસ્ત્રનું દાન દેવું ,શનિનાં જાપ કરવા ઉત્તમ ફળદાયક રહેશે . પીપળે પિતૃઓને પાણી રેડવુંપિતૃ ઉપાસના કરવી . શનિવારે શિવયોગ આખોદિવસ અને રાત્રીનાં 2.06 સુધી છે .