દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં માતાનો પક્ષ લેતા પુત્રીની હત્યા કરી પિતા ફરાર

ગાંધીધામના ખોડીયારનગર વિસ્તારમાં દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં માતાનો પક્ષ લેતી તરુણ વયની પુત્રીનું ગળુ દાબી મોતને ઘાટ પિતાએ ઉતાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા હત્યા કરી ભાગી છુટેલા પિતાની પોલીસેં શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉતર પ્રદેશના વતની અને ગાંધીધામમાં ફ્રી ટ્રેડ ઝોનમાં મજુરી કામ કરતા નંદુ હરી નિસાદે પોતાની 15 વર્ષની પુત્રી રિન્કનું ગળુ દાબી હત્યા કર્યાની રિન્કુની માતા પરમશીલા નિશાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નંદુ નિશાદ કામ ધંધો કરતો ન હોવાથી પત્ની પરમશીલા સાથે ઝઘડો થયો હતો ત્યારે તેણીની ત્રણ પુત્રી પૈકી મોટી પુત્રી રિન્કુએ પોતાની માતાનો પક્ષ લઇ પિતા નંદુ નિશાદને કામ ધંધો કરવા અંગે કહેતા તે ઉશ્કેરાયો હતો અને પોતાની પુત્રીનું ગળુ દાબી હત્યા કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નંદુ નિશાર સામે હત્યાનો ગુનો નોંધી પી.આઇ. સી.ટી.દેસાઇ સહિતના સ્ટાફે તેની શોધખોળ હાથધરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.