વઢેરામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર બે પુત્રોની ધરપકડ : પિતાની શોધખોળ
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે ગાળો બોલવા જેવી નજીક બાબતે સરાજાહેર યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર બે પુત્રની પોલીસે ધરપકડ કરી છે જ્યારે પિતા પર હોવાથી તેની શોધખોળ હાથધરી છે. બનાવના પગલે પોલીસ દ્વારા ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.બનાવની મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે હતા જસાભાઈ બાબુભાઇ વાઘેલા તેમજ તેના પુત્રો રાકેશ જસાભાઈ વાઘેલા અને વિનોદ જસાભાઈ વાઘેલા સાથે કેટલાક લોકોને સામાન્ય બોલાચાલી અને રકજક થઈ હતી તેનું મનદુ:ખ રાખ્યા બાદ ત્રણેય પિતા-પુત્રો ગાળો બોલી રહ્યા હતા. જે દરમિયાન ત્યાંથી નીકળેલા જુસબ મન્સૂરી નામના યુવકે અપશબ્દ ન બોલવાનું કેહતા જસાભાઈ વાઘેલા તથા તેના પુત્ર વિનોદભાઈ વાઘેલા અને રાકેશભાઈ વાઘેલા અને ઉશ્કેરાઈ જઈ જાહે2માં ધોકા અને છરીના ઘા વડે હુમલો કયી હતો. જેથી જુસબ મન્સૂરીને ગંભીર હાલતમાં જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતા જાફરાબાદ પોલીસ લોકલ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીવાય.એસ.પી. સહિત પોલીસ અધિકારીઓ દોડી ગયા અને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ વઢેરા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતા દાખવી એસપી હિમકર સિંહની સૂચના બાદ કાયદો વ્યસવ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આ ઘટનામાં પોલીસએ આ મામલો ખુબ ગંભીરતા દાખવી ત્રણેય આરોપીને ઝડપી પાડવા જુદી-જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરી હતી. તેવામાં આ ઘટનાને પગલે આજે આરોપી બને પુત્રોની પોલીસ દ્વારા ધરપકડ કરી લીધી હતી જ્યારે આરોપી પિતા જસાભાઈની શોધખોળ હાથધરી છે.