તાલુકાના જીવા ગામની સીમમાં ક્ષત્રિય સમાજના બે પરિવારો વચ્ચે વાડીના સેઢાની તકરારમાં  ફાયરિંગ થતાં પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રાના જીવા ગામની સીમમા વાડીના સેઢાની તકરારમા બે ક્ષત્રીય પરીવાર વચ્ચે બોલાચાલી બાદ ફાયરિંગ થતાં દિલીપસિંહ ઝાલા અને સુરપાલસિહ ઝાલાને પેટની અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા થઇ હતી.

જેમને સુરેન્દ્રનગર અને બાદમાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બનાવને લઈને ધ્રાંગધ્રા સીટી પીઆઈ બી એમ દેસાઈ પીઆઈ ધોરી અને સીટી અને તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી જઈને કોઈ અનીષ્યનીય બનાવ નો બને, તેમાટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે હાલ બનાવ અંગેની ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.