નશો કરવાની ટેવ ધરાવતા શખ્સે એકલતાનો લાભ લઈ કર્યા અડપલા

 

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને દારૂૂ પીવાની ટેવ ધરાવતા એક શખ્સ   પુત્રી સાથે અયોગ્ય વર્તન કરાતા  આ પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલત દ્વારા આ શખ્સને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ  પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ફકીર મામદ હુશેનભાઈ સુંભણીયા નામના 30 વર્ષના શખ્સને તેના  લગ્નજીવન દરમિયાન પાંચ સંતાનો થયા હતા.

દારૂૂના કેસમાં જેલવાસ ભોગવીને ગત તા. 20 જાન્યુઆરી 2022 ના રોજ તે પરત આવતા તેના  પત્નિ તેણીના દેરાણીના ઘરે બેસવા ગયેલ ત્યારે પાછળથી 12 વર્ષ 7 માસની વયની સગીર પુત્રી ઘરે હતી, ત્યારે એકાએક આ સગીરા રાડો  પાડતી બહાર નીકળતા તેણીની માતા તથા કુટુંબીજનોએ આ અંગે પૂછપરછ કરતા આરોપી ફકીરમામદ દ્વારા સગીરાનો હાથ પકડી અંદર લઈ  જઈ અને શરીરમાં અડપલાં કરતા આ બાળા હાથ છોડાવીને બહાર નીકળી આવી હતી. આટલું જ નહીં, થોડા દિવસો પૂર્વે પણ તેના દ્વારા  રાત્રીના સમયે આ પ્રકારની હરકત કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું.

આ પ્રકરણના અનુસંધાને વાડીનાર મરીન પોલીસ મથકમાં  ઉપરોક્ત શખ્સ સામે પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ  પોક્સો અદાલતમાં ચાલી જતા ભોગ બનનાર સગીરાની જુબાની તેમજ સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા રજુ કરવામાં આવેલી દલીલોને  ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત તથા રૂૂપિયા 12 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર  સગીરાને કમ્પેનસેશન સ્કીમ હેઠળ રૂૂપિયા એક લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.