રાજકોટ શહેરમાં પરિવાર સાથે રહી ખાનગી બેંકમાં નોકરી કરતી 31 વર્ષીય યુવતી સાથે કામ કરતા શખ્સે પરિણીત હોવાનું છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સાત વર્ષ સુધી દુષ્કર્મ ગુજારી તેને તરચૂડી દેતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.આરોપીની ધરપકડ કરી તપાસ હાથધરી છે.

યુવતીની સાથે નોકરી કરતા શખ્સે પોતે અપરણીત હોવાનું કહી લગ્નની લાલચ આપી સાત વર્ષ સુધી હવસનો શિકાર બનાવી

માહિતી મુજબ યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કાલાવડ રોડ, વૈશાલીનગર 10ના પાટિયા પાસે રહેતા અને મેક્સલાઇફ ઇન્સ્યોરન્સ નામની કંપનીમાં નોકરી કરતા નીરવ મુકેશ પારેખનું નામ આપ્યું હતું.જેમાં જનવ્યું હતું કે, 2016માં તે અન્ય એક ખાનગી બેંકમાં કસ્ટમર સર્વિસ ઓફિસર તરીકે નોકરી કરતી હતી. ત્યારે તે બેંકમાં નીરવ પારેખ વીમાનું કામ કરતો હોય અવારનવાર કસ્ટમરને મળવા જતી વખતે તે સાથે રહેતો હોવાથી બંને વચ્ચે મિત્રતા હતી અને બંને પાસે એકબીજાના મોબાઇલ નંબર હતા. મિત્રતાને કારણે બંને અવારનવાર મોબાઇલ પર વાતચીત પણ કરતા હતા. દરમિયાન એક વખત નીરવે હું તમને પસંદ કરું છું અને આપણા બંનેના વિચારો સરખા છે જેથી મારે તમારી સાથે લગ્ન કરવા છે ની વાત કરી હતી.

ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા નીરવ ઘરે આવતો જતો રહેતો હોય પોતાના માતા-પિતાને નીરવ સાથે લગ્ન કરવા હોવાની વાત કરી હતી.જે વાતમાં માતા-પિતાએ સહમતી આપતા બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ સમયે નીરવને આર્થિક રીતે પણ અનેક વખત મદદરૂપ થઇ હતી.ત્યારે તા.28-8-2016ની સાંજે એક કસ્ટમરને મળવા નીકળ્યા હતા. આજી ડેમ ચોકડી પાસે પહોંચતા ચાલ આપણે બંને થોડી વાર એકાંત સ્થળે બેસીને વાતચીત કરીએ. બાદમાં નીરવ તેના વાહન પાછળ પોતાને બેસાડી આજી ડેમ ચોકડીથી આગળ આર.કે.ના ગેટ પાસે આવેલા ભરડિયા નજીક અવાવરુ સ્થળે લઇ ગયો હતો. આ સમયે અંધારું થઇ ગયું હતું. થોડી વાર વાતચીત કર્યા બાદ નીરવે વાતચીત કરતી વેળાએ શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. લગ્ન કરવાના હોવાથી પોતે કોઇ પ્રતિકાર કર્યો ન હતો,

પરંતુ બાદમાં તેને મારે અત્યારે તારી સાથે શરીરસંબંધ બાંધવો છેની વાત કરી હતી. જેથી તેને આવું લગ્ન પછીનું કહેતા તે ઉશ્કેરાય ગયો હતો અને પોતાના પર ગુસ્સે થઇ ધમકી આપી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં નીરવે તું કોઇને કહીશ તો હું તારા ભાઇ, માતા-પિતાને જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી. ધમકીથી પહેલી વખત તાબે થઇ ગયા બાદ નીરવે પોતાને મારી પાસે ફોટા છે સંબંધ નહિ બાંધે તો હું બધાને મારી નાંખીશ તેમ કહી દસથી બાર વખત અલગ અલગ સ્થળે લઇ જઇ પોતાના પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન પોતે નીરવને ઘરે જતા તે પરિણીત હોવાનું અને તેને બે સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હાલ ફરિયાદ પરથી આજી ડેમ પોલીસના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે ગુનો આરોપીની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.