રમેશભાઈ ઓઝા રાજકોટથી વિમાન મારફતે મુંબઈ પહોંચ્યા
જાણીતા ભાગવત કથાકાર પૂ.રમેશભાઈ ઓઝા ‘પૂ.ભાઈશ્રી’ના માતુશ્રી લક્ષ્મીબેનનું અવસાન થતા ઘેરોશોક છવાયો છે. પૂ.રમેશભાઈ ઓઝાના માતુશ્રી લક્ષ્મીબેન વૃજલાલભાઈ ઓઝા (ઉ.વ.૮૯) છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઈ ર્હ્યા હતા. તેમણે ગઈકાલે રાત્રે ૧૨ કલાકે અંતિમ શ્ર્વાસ લેતા ઘેરોશોક છવાઈ ગયો છે.
સિદસર ખાતે રમેશભાઈ ઓઝા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કરાવી રહ્યા હતા. દરમિયાન પોતાના માતુશ્રીના નિધનના સમાચાર મળતા તેઓ રાજકોટથી વિમાન મારફતે મુંબઈ પહોંચી ગયા હતા. સ્વ.લક્ષ્મીબેન વૃજલાલભાઈ ઓઝાની અંતિમયાત્રા આજે મુંબઈમાં આવેલી મંગલમ સોસાયટી, રો-હાઉસ નં.૪, બ્રીજ સ્કૂલની બાજુમાં, ઠાકર કોમ્પ્લેક્ષ, કાંદીવલી ઈસ્ટ, ધનકુરવાડી ખાતેથી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ તેમજ નગરજનો જોડાયા હતા.
રમેશભાઈ ઓઝાના માતુશ્રીનું નિધન તા રાજકોટ કાની તારીખમાં પણ ફેરફાર
પંચના સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના લાર્ભો આગામી ૧૧ ી ૧૮ મે દરમિયાન રાજકોટ ખાતે પ્રખર કાકાર પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ભાઈશ્રીના માતુશ્રીનું સવારે નિધન તા રાજકોટમાં યોજાનારી ભાગવત સપ્તાહની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પંચના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માકડે જણાવ્યું હતું કે, રાજકોટમાં આગામી ૧૧ ી ૧૮ મે રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે સવારે ભાઈશ્રીના માતુશ્રીનું અવસાન તા ભાગવત સપ્તાહની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે રાજકોટ ખાતે ૧૧ ી ૧૮ મે નહીં પરંતુ ૧૮ ી ૨૫ મે દરમિયાન પૂ.રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ યોજાશે જેની ભાવિકોએ નોંધ લેવી.