પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં પૂજ્ય ગાંધીજી બાપુના અસ્થિ વિર્સજન
સમગ્ર દેશ વિશ્ર્વમાં 30 જાન્યુ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન મનાવી રહ્યો છે. ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે 13 નવેમ્બર 1947માં દેશના તત્કાલીન નાયબ વડાપ્રધાન વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિર મુલાકાત લઇ ર્જીણ મંદિરના નવનિર્માણનો સંકલ્પ કર્યો અને સરકારની મંજુરી પણ મળી આમ છતાં સરદારે ગાંધી બાપુનું માર્ગદર્શન માંગ્યુ ત્યારે બાપુએ સૂચવ્યું કે મંદિર નિર્માણનો સંપૂર્ણ ખર્ચ સરકાર ન ભોગવે અને આ મંદિરની રચના લોકફાળાથી બને અને તેની દેખરેખ અને અમલ માટે ટ્રસ્ટની રચના થાય અને સરદાર વલ્લભભાઇ પટેલને તે માર્ગદર્શન સૂચન ગમ્યું અને સ્વીકાર્યું.
જેના પરિપાકરૂપે સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી આમ ગાંધીજીના દીર્ઘ દ્રષ્ટિ અને મંદિરનું નિર્માણ સારી રીતે પૂર્ણ થયું. જો કે રાષ્ટ્રપિતા પ્રાચીન કે હાલનું મંદિર જોઇ શક્યા ન હતાં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્યારે રાષ્ટ્રપિતા ન હતા પરંતુ પ્રારંભમાં તેઓ એડવોકેટ હતા ત્યારે તે સમયના તેમના અસીલ વડીયા દરબારના કોર્ટ કામે 1902ના વર્ષમાં વેરાવળ કોર્ટમાં આવ્યા હતાં.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ બાદ તેના અસ્થિ કળશ કુંભ 12 ફેબ્રુઆરી 1948ના રોજ સોમનાથ-પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમમાં “ગાંધીજી અમર રહો” અને “રઘુપતિ રાઘવ રાજારામ” ધૂન સાથે અસ્થિ વિર્સજન કરવામાં આવેલ.