વધાસીયા પરિવારનાં સુરાપુરા વીર પાતાદાદાનાં સ્થાનકે વિવિધ કાર્યક્રમો યોજાયા : ખોડધામનાં ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિ
સમસ્ત વધાસીયા પરિવારના સુરાપુરા પાતાદાદાનાં સાનિધ્યમાં અમરેલી જિલ્લાના વલારડી ગામ ખાતે પિતૃવંદના મહોત્સવ સૌ પરિવારજનોની હાજરીમાં યોજાયો હતો.
હિન્દુ ધર્મમાં ભાદરવી અમાસનું પિતૃનું ઋણ અદા કરવાનું ખુબજ મહાત્તમ રહેલું આજના દિવસે વધાસિયા પરિવારના સૌ પરિવેારજનોએ આ પિતૃઋણ અનોખી રીતે અદા કરીયું હતું.
આ મહોત્સવમાં વહેલી સવારથી જ પરિવારજનો સુરાપુરા દાદાના સાનિધ્યમાં હાજર થઈ ગયા હતા. આ મહોત્સવમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓ એ તેમજ પરિવારના આગેવાનો દ્વારા દિપપ્રાગટય કરીને મહોત્સવનો શુભારંભ કરેલ હતો.આ કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.આ મહોત્સવના અંતમાં સમસ્ત વધાસિયા પરિવારનભા સુરાપુરા દાદા વીર પાતાદાદાના ૪૦૦ વર્ષ પહેલાંની સત્ય જીવન ચરિત્ર પર આધારિત શૂરવીર ગાથા બાળકલાકરો દ્વારા ધર્મ મંચ પરથી રજુ કરવામાં આવી હતી.
આ શૂરવીરગાથા જોઈને સૌ પરિવારજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, વી.વી વધાસીયા (પૂર્વ કૃષી મંત્રી ગુજરાત સરકાર), તેમજ વધાસિયા પરિવારના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત વધાસિયા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.