“પપ્પા” આ એક શબ્દમાં જ મારી દુનિયા સમાય જાય છે.માતા માટે તો અનેક વાતો લખાય છે. પરંતુ પિતા વિશે બહુ ઓછી.અરે એક પિતા વિશે લખવા જાય તો શબ્દ ઓછા પડે.એક પિતા તેના બાળકો માટે એક જાદુગર જેવો હોય છે. જે તેના બાળકોના સપના પૂરા કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પરંતુ બાળકોને પ્રેમ કરવાની સાથે પિતા પર ઘરની જવાબદારીઓનો પણ ભાર હોય છે જેના માટે તેને બહારની દુનિયાનો સામનો કરવો પડે છે. જેના કારણે તે કઠોર વ્યક્તિ દેખાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેના પરિવાર અને બાળકોને પ્રેમ નથી કરતા, પિતાની છબી નારિયેળ જેવી હોય છે, પછી ભલે તે બહારથી ગમે તેટલી સખત લાગે અંદરથી તે તેના માટે ખૂબ જ કોમળ અને દયાળુ છે જેમ એક માતા તેના બાળકોને પ્રેમ કરે છે.તેવી જ રીતે પિતા પણ તેના બાળકોને પ્રેમ કરે છે. પરંતુ બંનેની પ્રેમ જતાવાની રીત અલગ હોઈ તેથી, જો પિતાનો પ્યાર સમજવા માટે કોઈ લેખ સમજવાની જરૂર નથી. ઘણી પંક્તિ જ એવી હોય છે.જે બે લીટીમાં જ પિતા શું છે? તેનું અસતિત્વ શું છે? તે સમજાવી જાય છે.
માઁ ની કોમળ મમતાને તો બધાયે સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશને ક્યારે કોઈએ લલકાર્યું છે.
પાઈ પાઈ ભેગી કરી મારી માટે ખુશી ખરીદતા જોયા છે,
“પિતા” સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે.
ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પડતા નથી જોયા,
સાહેબ મેં પિતા થી અમીર વ્યક્તિ કદી નથી જોયા
મા ઘરનું ગૌરવ તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે,
મા ની પાસે અશ્રુધારા તો પિતા પાસે સંયમ હોય છે
પિતા ની હાજરી સુરજ જેવી હોય છે.
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાય જાય છે.
પિતા એટલે પરિવારને માથે લગાવેલો એવો
“ટફન ગ્લાસ”
જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે
વડલાની જેમ તાપ સહન કરી,
પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે પિતા.