રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે ગઈકાલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાયકવાડીમાં શેરી નં. 3ના ખુણે રહેતા રિક્ષા ચાલક વૃદ્ધ પર તેમાં પાડોશમાં રહેતા પિતા પુત્ર દ્વારા તેમની રિક્ષામાં તોડફોડ કરી મારામારી કરતા ફરિયાદ નોંધાય છે.
બંને પથ્થરો વડે રિક્ષાનો કાચ તોડી નુકશાન કર્યો : સામા પક્ષે પણ ફરિયાદ નોધાવી
વિગતો મુજબ શહેરમાં ગાયકવાડીમાં શેરી નં. 3ના ખુણે રહેતા ચંદુ જેમા હળવદીયા (ઉ.વ. 69) એ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં રોહિત હળવદીયા અને તેના પિતા – કૈલાશ નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે તે ઘરે સુતા હતા. ત્યા2ે પિતા પુત્ર તેમના ઘરે ધસી આવેલા તેની રિક્ષાનો કાચ તોડી ગાળો દઇ દરવાજા પર પથ્થર મારી મારી નાખવાની ધમકી આપતા પ્ર.નગર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જેમાં વૃદ્ધ રીક્ષા ચાલક દ્વારા મારામારી કર્યા હોવાના કારણો વિશે જણાવતા કહ્યું હતું કે કૈલાશ દ્વારા તેમને ફુવા બનાવવાની વાત કરી હતી જેમાં વૃદ્ધે તેનો ઇનકાર કરતા મારામારી કરી છે.જ્યારે સામે પક્ષે પણ આ મામલે ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેમાં અમૃત દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યા હોવાનું જણાવતા પોલીસે તે મામલે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.