રૂા.૪.૩૨ લાખ રોકડા ચુકવ્યા છતાં વધુ વ્યાજ વસુલ કરવા ગીરવે મુકેલા સોનાના ઘરેણા પરત ન આપ્યા

શહેરમાં વ્યાજના ધંધાર્થીઓ સામાન્ય અને જરૂરીયાતમંદ પાસેથી કમ્મરતોડ વ્યાજ વસુલ કરતા હોવાની ઉઠેલી ફરિયાદના કારણે પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ લોકદરબારનું આયોજન કરી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂ કરેલી ઝુંબેશ અતર્ંગત થોરાળા વિસ્તારના કેન્સરના દર્દીએ સારવાર માટે રૂા.૬ લાખ વ્યાજે લીધા બાદ રૂા.૪.૩૨ લાખ ચુકવી દીધા હોવા છતાં ૩૮ તોલા સોનાના ઘરેણા પડાવી લીધાનું બહાર આવતા પોલીસે કુંભારવાડાના પિતા-પુત્રો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવા થોરાળા મેઇન રોડ પર બાલકદાસની જગ્યા પાસે રહેતા ખુશાલભાઇ ગોવિંદભાઇ સોલંકી નામના ૩૯ વર્ષના યુવાને કુંભારવાડાના રસીક મોહન પાટડયા, તેના પુત્ર અભિષેક પાટડીયા અને ધાર્મિક પાટડીયા સામે ઠગાઇ અને વ્યાજ અંગેની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

ખુશાલભાઇ સોલંકી છુટક ડ્રાઇવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તે દરમિયાન તેમને મોઢાનું કેન્સર થતાં સારવારના ખર્ચને પહોચી વળવા માટે કુંભારવાડાના રસીક પાટડીયા અને તેના પુત્રો પાસેથી માસિક ત્રણ ટકાના વ્યાજના દરે રૂા.૬ લાખ વ્યાજે લીધા હતા ત્યારે ૩૮ તોલા સોનાના ઘરેણા ગીરવે મુકયા હતા. ખુશાલભાઇએ કટકે કટકે વ્યાજ પેટે રૂા.૪.૩૨ લાખ ચુકવી દીધા બાદ સોનાના ઘરેણા પરત મેળવવા બીજા રૂા.૪ લાખ રોકડા ચુકવી દીધા હોવા છતાં ત્રણેય શખ્સોએ સોનાના ઘરેણા પરત ન આપી વ્યાજ પેટે જમા કરી લીધાનું જણાવી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસે ત્રણેય શખ્સો સામે વ્યાજ, ઠગાઇ અને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.