‘તારે રૂપિયા હજુ દેવાના બાકી છે’ કહી મારવાડી યુવક પર પડોશી પરિવારનો પાવડાથી હુમલો
શહેરમાં ઘંટેશ્વર 25 વારીયામાં પૈસાની ઉઘરાણી કરી મારવાડી યુવક પર પાડોશી પિતા-પુત્રોએ પાઈપથી હુમલો કરી યુવાનના પગ ભાંગી નાખ્યાં હતાં. ’તારે રૂપિયા હજુ દેવાના બાકી છે’ કહી યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયા કવાટર નં.1557માં રહેતાં અંજાનભાઇ ઉગમભાઇ મારવાડી (ઉ.વ.26)એ ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ, કૃણાલ અને કપિલના નામ આપતાં પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.પોલીસ ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે, તેઓ લોહાણાપરામાં કુણાલ નામની રમકડાની દુકાનમાં કામ કરે છે અને તેના પિતાજી કંદોઇ કામ કરે છે.
પાચેક વર્ષ પહેલા અંજાનના પિતાને શ્વાસની બિમારી હોય જેથી સારવાર માટે તેમની શેરીમાં રહેતા સુરેશ પાસેથી રુપીયા લિધા હતા અને વ્યવસ્થા થાય ત્યારે તેમને થોડા થોડા રુપીયા આપતો હતો. આમ તેઓએ આરોપીને બધા રૂપીયા ચુકવી દિધા હોય તો પણ તે રૂપીયાની માગણી કરતા હોય જેથી ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ તેમના ઘરે ગયા અને કહ્યું હતું કે, મે તમને બધા રુપીયા આપી દીધા છે, તો પણ તમે મારી પાસે કેમ રુપીયા માંગો છો? જેથી સુરેશે કહ્યું હતું કે,ના તારા થોડા રૂપીયા હજુ લેવાના બાકી છે.
જેથી ફરિયાદીએ સગવડ થશે ત્યારે પૈસા ચૂકવશે તેમ કહેતાં સુરેશ અને તેમન પુત્ર કપિલ ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેને શાંત રહેવાનું કહેતાં કપિલ તેના ઘરની અંદરથી પાવડો લઇ આવ્યો અને સાથે તેનો ભાઇ કુશાલ પણ દોડી આવી તેઓને બે ફડાકા ઝીંકી દીધાં હતાં તેમજ કપિલે પગમાં પાવડાના ઘા કરી નાસી છૂટ્યા હતાં.
બાદમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડોડીયાએ તપાસ આદરી હતી.