અકાળે બેના મોતથી આહીર પરિવારમાં શોકનું મોજુ ફેલાયું
ઉપલેટા પોરબંદર હાઇવે રોડ ઉપર મોજ નદીના પુલ આગળ રાજકોટથી પોરબંદર તરફ જઇ રહેલ કાર ચાલકે આગળ બાઇક લઇને જતાં ખાખી જાળીયાના પિતા–પુત્રીને હડફેટે લેતા બન્નેના મોત થતા આહિર સમાજ શોકમાં ગરકાવ થઇ ગયો હતો બન્ને મૃતકોની ગતરાત્રે ખાખીજાળીયા ગામેથી સ્મશાન યાત્રા નીકળી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંજે ૬ વાગ્યાની આસપાસ ખાખીજાળીયા ગામે રહેતા આહિર ભીખાભાઇ ગોવાભાઇ જાગલ (ઉ.વ.૪૬) પોતાનું હિરોહોન્ડા મોટર સાયકલ નં. જીજે ર૩ ૯૭૫૨ લઇને કુતિયાણી ગામે વજભૂમી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી પુત્રી રિયા (ઉ.વ.૧૮) ને કુતિયાણી ગામેથી તેડીને પોતાના ગામ ખાખી જાળીયા જતા હતા ત્યારે ઉ૫લેટા– પોરબંદર હાઇવે રોડ ઉપર મોજ નદીના આગળના ભાગ પાસે પહોચ્યા હતા.
ત્યારે પાછળથી રાજકોટ તરફથી આવી કાર નં. જીજે ૩ ઇસી ૭૩૦૯ ના ચાલકે આગળ જઇ રહેલ મોટર સાઇકલ સવાર પિતા–પુત્રીને હડફેટે લેતા બન્નેને ગંભીર ઇજા સાથે ખાનગી હોસ્પિટલમાં લઇ આવવામાં આવેલ હતો જેમાં ભીખાભાઇ ગોવાભાઇ જોગલ (ઉ.વ.૪૩) ખાનગી હોસ્પિટલમાં મોત થયેલ હતું. જયારે તેમની દીકરી રીયા (ઉ.વ.૧૮) ને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ પણ ત્યાં તેને દમ તોડી દીધેલ હતો.
આહિર સમાજ શોકમાં ગરકાવ થઇ ગયો હતો.ભીખાભાઇને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોવાનું જાણવા મળેલ છે જેમાં મરણજનાર રિયા મોટી દિકરી હતી તે કુતિયાણી વૃજભૂમિ આશ્રમ શાળામાં અભ્યાસ કરે છે.આ બનાવની જાણ થતાં જ પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર: ખાખીજાળીયાના સરપંચ કાનભાઇ સુવા સહીત આહિર સમાજના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.