બંગાળની ખાડીમાંથી આવેલું ચક્રવાત સોમવારેબપોરે આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના તટ વિસ્તારને અથડાયું હતું.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેની અસરથી તટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થઈરહ્યો છે. બપોરે 12.25 વાગેપવનની સ્પીડ 80 કિમીપ્રતિ કલાકની થઈ ગઈ હતી.
વિજયવાડામાં ભૂસ્ખલનમાં એક યુવકનો જીવ ગયો હતો.વાવાઝોડાની અસરથી આંધ્ર અને તમિલનાડુના તટીય વિસ્તારમાં બે દિવસ સુધી ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે.
સરકારે જોખમને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશની 22 ટ્રેનો રદ કરી દીધી છે. વાવાઝોડાની અસર એરલાઈન્સ સેક્ટર ઉપરપણ જોવા મળી છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર વિમાનોનું આવાગમન રોકી દેવામાં આવ્યુંછે. અહીં આવનારી દરેક ફ્લાઈટ હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી છે.
હવામાન વિભાગેજણાવ્યું કે, રવિવારેફેથઈની સ્પીડ 45-55 પ્રતિકલાક હતી પરંતુ સોમવારે તેની સ્પીડ ખૂબ વધી ગઈ હતી. વાવાઝોડાની અસરથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનો અંદાજ છે.