રાજકોટ મોરબી હાઇવે પર 13 નાળા પાસે 2 ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત ઘટનાસ્થળે જ એકનું મોત જ્યારે એક ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો સવારે સર્જાયેલા અકસ્માત બાદ હાઈવે પર હેવી ટ્રાફિકજામ સર્જાયો ટંકારા પોલીસથી લઈ 108ની ટીમ ખડે પગે
રસ્તો સાફ કરવા ટંકારા ફોજદાર ચૌધરી ખુદ મજુર બની ધઉની બોરી ઉચકી વાહન વ્યવહાર પુર્વવત કર્યા
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ મોરબી હાઇવે પર આજે સવારના ૮ વાગ્યાના સુમારે ધુવનગર ગામથી થોડે દુર 13 નાલા પાસે મામા સાહેબની જગ્યાની સામે બે ટ્રક સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં રાજકોટ તરફથી આવતા ટ્રકના ડ્રાઈવરને નિંદરનું ઝોકું આવી જતાં મોરબી તરફથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમા રાજકોટ તરફથી આવતા ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
જ્યારે મોરબી તરફથી આવતા ટ્રક ડ્રાઈવરે જાગૃત અવસ્થામાં ટ્રકમાંથી બચાવ પ્રયત્ન કરતાં પગના ભાગે તથા શરીરના ભાગે નાની મોટી ઇજા પહોંચી હતી અકસ્માત બાદ ઘાયલ ડાયવરને હોસ્પિટલ ખાતે ખસેડી આવ્યો હતો બંને ટ્રકની અંદર ઘઉંની બોરી ભરેલ હોય એ અકસ્માત બાદ રોડ પર બોરી નિચે પટકાતા ધાન્યના ઢગલાના દૃશ્યો સર્જાયા હતા.
તો અકસ્માતને પગલે લાંબી વાહનોની કતારો લાગી હતી જેને ક્લિયર કરવા ટંકારા પોલીસ સહીત સામાજિક કાર્યકર અને નજીકના ગામ લોકોની મદદ લઈ કામગીરી પ્રારંભ કરાય છે તો 108ની ટીમના પાયલોટ સલીમભાઈ દ્વારા જે મૃતક છે તેને બહાર કાઢવા માટે પ્રાથમિક પ્રયાસો હાથ ધરી રહ્યાં છે તેવુ જણાવ્યું છે.હાઈવે પર સર્જાયેલા ટાફિક ને સામાન્ય કરવા ટંકારા ફોજદાર ચૌધરી સફેદ કપડા મા પોલીસે પહેરેલ ડેસ ની બાજુમાં સહીતના ધઉની બોરી ઉચકી કામગીરી કરતા નજરે પડે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com