ખેડૂતોની સંસ્થા રાજકોટ દૂધ સંઘે દૂધ ઉત્પાદકો માટે પ્રતિ કિલો ફેટે રૂપિયા ર૦ નો વધારો કરીને મોટી જાહેરાત કરેલ છે. હકીકત જોઇએ તો આ રાજકોટ જીલ્લા દૂધ સંઘ દૂધ ઉત્પાદકોને રમાડી રહી છે. દર વર્ષે સાધારણ સભાની પહેલા ભાવ વધારો કરવામાં આવે છે ગત વર્ષે સાધારણ સભામાં ૭.૦૫ રૂપિયા ફેટના ભાવ કરી નાખીને આખુ વર્ષ પશુપાલકો અને ખેડુતોનું શોષણ કરેલ છે.
કિશાન સંઘ દ્વારા આક્ષેપ કરાયો છે કે જયારે સાધારણ સભા આવે છે ત્યારે ભાવ વધારાનું નાટક કરે છે. અને કહે છે કે ખેડુતોને- પશુપાલકોને કરોડો રૂપિયાનો લાભ થશે. પરંતુ જયારે ભાવ ઘટાડે છે ત્યારે કોઇપણ પ્રકારની જાહેરાત નથી કરતા કે ખેડૂતો- પશુપાલકોને કરોડો રૂપિયાની નુકશાની થાય છે.
હકીકતમાં ગયા વર્ષે સાધારણ સભામાં ૭.૦૫ રૂપિયા જે ભાવ હતો. તે ભાવની ઉપર વધારો થાય તો જ ખેડુતો-પશુપાલકોના હિતમાં કહેવાય ખેડુત-પશુપાલકોના ફેટના ભાવ સમાજમાં કોઇને પણ ખબર ન પડે તે રીતે ધીમે ધીમે નીચે લાવવામાં આવે છે એમ કરીને ખેડુત-પશુપાલકોને આખુ વર્ષ લુંટાય છે.